મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'દર અઠવાડિયે...', ઝારખંડ ટ્રેન દુર્ઘટનાને લઇને મમતા બેનરજીના મોદી સરકાર પર પ્રહાર

દેશમાં સતત થતી રેલ દુર્ઘટનાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્

'દર અઠવાડિયે...', ઝારખંડ ટ્રેન દુર્ઘટનાને લઇને મમતા બેનરજીના મોદી સરકાર પર પ્રહાર

દેશમાં સતત થતી રેલ દુર્ઘટનાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ઝારખંડમાં રેલ દુર્ઘટના બાદ મમતા બેનરજીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ કે,ભારત સરકારની અસંવેદનશીલતાનો અંત ક્યારે આવશે? મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં છેલ્લા 13 દિવસમાં 7 ટ્રેન દુર્ઘટના થઇ છે.

મમતા બેનરજીએ શું કહ્યું?

મમતા બેનર્જીએ પોસ્ટ કર્યું કે ટ્રેન અકસ્માતો હવે નિયમિત બની ગયા છે. દર અઠવાડિયે ઘટનાઓ બની રહી છે. શું આ જ શાસન છે? સવારે વધુ એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ઝારખંડના ચક્રધરપુર ડિવિઝનમાં હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરી ગઇ જેમાં અનેક લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ખૂબ જ દુઃખદ છે. દર અઠવાડિયે રેલ્વે અકસ્માતોની દુ:ખદ શ્રેણી બની રહી છે. ક્યાં સુધી રેલ્વે ટ્રેક પર મુસાફરોના મૃત્યુ અને ઇજાઓનો આ સિલસિલો ચાલુ રહેશે? ક્યાં સુધી આપણે આ સહન કરીશું? શું ભારત સરકારની અસંવેદનશીલતાનો કોઈ અંત નથી?

પાટા પરથી ઉતરી ગયા 18 ડબ્બા

ઝારખંડના સરાયકેલા-ખરસાંવા જિલ્લામાં ટ્રેન નંબર 12810 મુંબઇ-હાવડા મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 20 મુસાફર ઘાયલ થયા છે.

આ સમાચાર શેર કરો