મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UPSમાં 'U' એટલે મોદી સરકારનો યુ-ટર્ન, યુનિફાઇડ પેન્શન સ્કીમ પર કોંગ્રેસનો ટોણો

યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS)ની જાહેરાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ

UPSમાં 'U' એટલે મોદી સરકારનો યુ-ટર્ન, યુનિફાઇડ પેન્શન સ્કીમ પર કોંગ્રેસનો ટોણો

યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS)ની જાહેરાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર  નિશાન સાધ્યું છે. ખડગેએ કટાક્ષ કરતા કહ્યું કે "યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ-ટર્ન."

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. જેમાં મોદી સરકારના કેટલાક તાજેતરના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો, જે વિરોધ પછી પાછા ખેંચવામાં આવ્યા હતા. વકફ એમેન્ડમેન્ટ બિલ ૨જૂ કરાયું પણ વિરોધના પગલે જેપીસીને સોંપવું પડ્યું. બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચવું પડ્યું.  લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો નિર્ણય રદ કરવો પડ્યો. 

કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી લખ્યું છે કે 'અમે જવાબદારી સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું અને 140 કરોડ ભારતીયોને આ આપખુદ સરકારથી બચાવીશું!' તમને જણાવી દઈએ કે નવી પેન્શન સ્કીમ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ વખતે દર મહિને 10,000 રૂપિયાના લઘુતમ પેન્શનની ખાતરી આપે છે. UPSને કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે અને જો રાજ્ય સરકારો પણ UPS લાગુ કરશે, તો આ યોજનાનો લાભ લેનારા કર્મચારીઓની સંખ્યા વધીને 90 લાખ થઈ જશે.

કેન્દ્ર સરકારે શનિવારે 'યુનિફાઇડ પેન્શન સ્કીમ' (UPS)ને મંજૂરી આપી 

કેન્દ્ર સરકારે શનિવારે સરકારી કર્મચારીઓ માટે 'યુનિફાઇડ પેન્શન સ્કીમ' (UPS)ને મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. UPS 1 એપ્રિલ, 2025થી લાગુ થશે.

આ સમાચાર શેર કરો