કર્ણાટકમાં મોટી વિમાન દુર્ઘટના: વિજયપુરાના ખેતરમાં પ્રાઈવેટ જેટ ખાબક્યું, પાયલોટ અને ટ્રેઈની પાયલોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સોર્સ : GSTV
Karnataka plane crash : કર્ણાટકના વિજયપુરા જિલ્લા એક પ્રાઈવેટ જેટ ક્રેશ થયું છે. પ્લેન દુર્ઘટનામાં પાયલોટ અને ટ્રેઈની પાયલોટ ગંભીર રીતે ઈજગરસ્ત થયા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ખેતરમાં પ્લેન ક્રેશ થયું, મોટી દુર્ઘટના ટળી
પ્રાથમિક અહેવાલો અનુસાર પ્રાઈવેટ વિમાન કાલબુર્ગીમાં પાસે જ હવામાં ડગમગવા લાગ્યું હતું. પાયલોટે પ્લેન સંભાળવા ઘણા પ્રયાસ કર્યા. પણ પછી એક ખેતરમાં ક્રેશ થયું. વિમાનમાં સવાર બંને વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી.

