Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Man arrested for robbing old woman's mangalsutra in Navsari's Ashabag, LCB nabs man from Kabilpore with stolen goods worth Rs 1.68 lakh

Navsari news: નવસારીના આશાબાગમાં વૃદ્ધાનું મંગળસૂત્ર લૂંટનાર શખ્સ ઝડપાયો, LCBએ 1.68 લાખના મુદ્દામાલ સાથે કબીલપોરના શખ્સને દબોચ્યો

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Navsari news: નવસારીના આશાબાગમાં વૃદ્ધાનું મંગળસૂત્ર લૂંટનાર શખ્સ ઝડપાયો, LCBએ 1.68 લાખના મુદ્દામાલ સાથે કબીલપોરના શખ્સને દબોચ્યો
સોર્સ : GSTV

 Navsari news: નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તાજેતરમાં આશાબાગ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લૂંટવાની બનેલી ઘટનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટાયેલું સોનું અને ગુનામાં વપરાયેલ બાઈક સહિત કુલ રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

App Store

દેવું વધી જતાં ગુનાખોરીના રસ્તે ચઢયો આરોપી
પકડાયેલા આરોપીની ઓળખ દિલીપભાઈ રાવલ (રહે. કબીલપોર, મૂળ રાજસ્થાન) તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તે બેરોજગાર હતો અને તેના પર દેવું વધી ગયું હતું. ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવવાની લાલચે તેણે ચેઈન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો. ગત ૪ ફેબ્રુઆરીના રોજ આશાબાગ રોડ પર એકલતાનો લાભ લઈ તેણે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી હતી.

CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા 
આ ગુનાની ગંભીરતાને જોઈ સુરત રેન્જ IG પ્રેમવીર સિંહ અને નવસારી SP રાહુલ પટેલની સૂચનાથી ખાસ ટીમો બનાવવામાં આવી હતી. LCB PI વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) વીડિયો ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી. બાતમી મળી હતી કે આરોપી વિરાવળથી ભેંસતખાડા જવાના રોડ પરથી પસાર થવાનો છે, જેના આધારે PSI એમ.બી. ગામીતની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

કુલ 1.68 લાખનો મુદ્દામાલ જપ્ત 
પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1,28,380ની કિંમતનું સોનું (લગડી સ્વરૂપે), રૂપિયા 10,000નો મોબાઈલ અને રૂપિયા 30,000ની કિંમતનું હોન્ડા સાઈન બાઈક (GJ-21-AN-8784) મળી કુલ રૂપિયા 1,68,380ની મતા જપ્ત કરી છે. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.