Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Astro Business: Will the stock market rise or fall next week? Know the astrological forecast from February 10 to 16

Astro Business: આવતા અઠવાડિયે શેરબજારમાં તેજી આવશે કે મંદી? જાણો 10 થી 16 ફેબ્રુઆરી સુધીની જ્યોતિષીય આગાહી

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: આવતા અઠવાડિયે શેરબજારમાં તેજી આવશે કે મંદી? જાણો 10 થી 16 ફેબ્રુઆરી સુધીની જ્યોતિષીય આગાહી
સોર્સ : GSTV

Astro Business: 

App Store

 મંગવાર, તા.  10-02-2026,  અનુરાધા નક્ષત્ર,  વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, ઈન્ફ્રા. વેહિકલ્સ, પાવર અને માઇનિંગ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  ચીલી, એરંડા, ગુવારગમ, ગુવાર સીડ અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 11-02-2026   અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. આઇટી, કોમ્પ્યુટર, પાવર ગેસ, ઓઇલ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ, ધાણા, જીરા, જવ, મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 12-02-2026,  જ્યેષ્ઠા  નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  બેન્ક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી, મેનેજમેન્ટ અને પી.એસ.યુ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  હળદર, સોયાબીન, સરસવ, મકાઇ, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 13-02-2026, મૂળ નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, એગ્રો, ફૂડ, એફએમસીજી અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ પ્રભાવિત થવાની ધારણા છે.
 
સોમવાર, તા. 16-02- 2026,  શ્રવણ નક્ષત્ર. મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, ફૂડ, લીકર, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં મગફળી, તલ, કપાસ, જવ પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય