મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું નામ ફાઇનલ! આ નેતા ડેપ્યુટી CMનું પદ સ્વીકારવા નથી તૈયાર

મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધન એટલે કે મહાયુતિને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળી છે. જોકે હવે મુખ્યમંત્રી પદન

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું નામ ફાઇનલ! આ નેતા ડેપ્યુટી CMનું પદ સ્વીકારવા નથી તૈયાર
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધન એટલે કે મહાયુતિને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળી છે. જોકે હવે મુખ્યમંત્રી પદને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. એવામાં એકનાથ શિંદે ભાજપથી નારાજ હોવાની પુષ્ટિ NDA નેતા રામદાસ આઠવલેએ કરી છે. તેમણે કહ્યું છે, કે 'ભાજપ હાઇકમાન્ડે દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાનું નક્કી કર્યું છે. પણ એકનાથ શિંદે નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે જલ્દી જ કોઈ નિર્ણય લેવો જોઈએ. મને નથી લાગતું કે ભાજપ હવે માનશે કારણ કે તેમણે વધારે બેઠકો પર જીત હાંસલ કરી છે.'    https://twitter.com/ANI/status/1861317219336233412

આઠવલેએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું હતું, કે 'એકનાથ શિંદેએ અઢી વર્ષ સારું કામ કર્યું છે. ચૂંટણી જીતવામાં તેમનો પણ સારો રોલ હતો. પરંતુ હવે તેમણે બે ડગલાં પાછળ આવવું જોઈએ. ફડણવીસ તેમના માટે ચાર ડગલાં પાછળ આવ્યા અને ડેપ્યુટી CM બન્યા હતા. શિંદેએ મુખ્યમંત્રી પદ છોડીને ડેપ્યુટી CMનું પદ સ્વીકારવું જોઈએ અથવા તો કેન્દ્રમાં આવી જવું જોઈએ.જો તેઓ નારાજગી નથી છોડતા તો ભાજપે અજિત પવાર સાથે મળીને સરકાર બનાવવી જોઈએ.' 

આ પણ વાંચો: એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, ફડણવીસ-અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને સોપ્યો પત્ર

રામદાસ આઠવલેએ ભાજપ હાઇકમાન્ડને અપીલ કરી છે કે જે પણ નારાજગી હોય તેને જલ્દી જ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. નહીંતર લોકોમાં ખરાબ છવિ ઊભી થશે. 

આ સમાચાર શેર કરો