મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ: નીતેશ રાણે-પંકજા મુંડે બનશે મંત્રી, આ નેતાઓને આવ્યો ફોન
મહારાષ્ટ્રમાં આજે મંત્રી મંડળનું વિસ્તરણ થશે. નાગપુર ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના મ

મહારાષ્ટ્રમાં આજે મંત્રી મંડળનું વિસ્તરણ થશે. નાગપુર ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. સૂત્રો અનુસાર 30 મંત્રીઓની સોગંદવિધિ થશે.
16 ડિસેમ્બરથી મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર
16 ડિસેમ્બરથી મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે. પહેલા એવી વાત હતી કે મંત્રીમંડળની સોગંદવિધિ 14મી ડિસેમ્બરે મુંબઇ ખાતે થશે. જોકે, વિવિધ ખાતાઓ માટે મહાયુતિના ત્રણે પક્ષો વચ્ચે સમાધાન સાધી શકાયું ના હોવાથી સોગંદવિધિની તારીખ બદલવામાં આવી હતી.
મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સાથે અલગ અલગ મુલાકાત કરીને ખાતાઓની વહેંચણી બાબતે ચર્ચા કરી હતી. હવે જોવું રહ્યું કે મલાઇદાર ગણાતા ગૃહ અને શહેરી વિકાસ ખાતા કોની પાસે જાય છે.
આ પણ વાંચો: લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા, પીએમ મોદીએ કહ્યું '75 વર્ષની લોકતાંત્રિક યાત્રા અસાધારણ ઉપલબ્ધિ’
સુત્રો અનુસાર ભાજપને 20-21 મંત્રી પદો, શિવસેનાને 11-12 અને NCPને 9-10 મંત્રી પદો મળી શકે છે.
ભાજપ કોટેથી 20 ધારાસભ્ય બનશે મંત્રી, આ નેતાઓને આવ્યો ફોન
1. નિતેશ રાણે
2. પંકજા મુંડે
3. ગિરીશ મહાજન
4. શિવેન્દ્ર રાજે
5. દેવેન્દ્ર ભુયાર
6. મેઘના બોર્ડિકર
7. જયકુમાર રાવલ
8. મંગલપ્રભાત લોઢા








