મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હંગામા બાદ વિપક્ષનો લોકસભામાંથી વૉકઆઉટ, રાજ્યસભામાં ખડગેના પ્રહાર

લોકસભામાં કાર્યવાહી શરૂ થતા જ હંગામો શરૂ થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ માઇક બંધ કરવાના આરોપોને લઇને પણ જવાબ આપ્યો હતો. https:/

હંગામા બાદ વિપક્ષનો લોકસભામાંથી વૉકઆઉટ, રાજ્યસભામાં ખડગેના પ્રહાર

લોકસભામાં કાર્યવાહી શરૂ થતા જ હંગામો શરૂ થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ માઇક બંધ કરવાના આરોપોને લઇને પણ જવાબ આપ્યો હતો.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાને લઇને સવાલ પૂછ્યો હતો.

રાહુલ ગાંધીએ સંસદમાં NEETનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના ચાલુ સત્રનો આજે છઠ્ઠો દિવલસ છે. રાહુલ ગાંધીએ સંસદમાં NEETનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમે ઇચ્છતા હતા કે એક દિવસ NEET પર ચર્ચા થાય. બે કરોડ યુવાઓને નુકસાન થયું છે. છેલ્લા સાત વર્ષમાં 70 વખત પેપર લીક થયું છે. ઘણા જરૂરી મુદ્દા છે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આસને વ્યવસ્થા આપી દીધી છે. તમે અભિભાષણ પર ચર્ચા કરો.

રાજનાથ સિંહના સૂચન પર સહમત થયા રાહુલ ગાંધી

રાજનાથ સિંહે વિપક્ષની માંગ પર સંસદીય પરંપરાની યાદ અપાવતા કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ અમે કોઇ પણ વિષય પર ચર્ચા માટે તૈયાર છીએ. રાજનાથ સિંહે કહ્યું, તમે જે વિષય પર ઇચ્છો, ચર્ચા કરી લો. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજનાથજીના સૂચન પર તૈયાર છું. આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ એક દિવસ NEET મુદ્દા પર ચર્ચા કરી લઇએ. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે રાજનાથજીનું તો માત્ર સૂચન છે નિર્ણય આસને લેવાનો છે.

લોકતંત્રમાં અહંકાર નથી ચાલતો- ખડગે

રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યાં હતા. આ દરમિયાન તેમને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. ખડગેએ કહ્યું કે લોકતંત્રમાં અહંકાર નથી ચાલતો. પીએમ મોદી કહેતા હતા કે એક અકેલા સબ પર ભારી.

ખડગેએ પીએમ મોદીને યાદ અપાવ્યા સ્લોગન

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સ્લોગન આપવામાં માહેર ગણાવતા કહ્યું કે વિપક્ષ 10 વર્ષથી કહી રહ્યો છે કે સ્લોગન ના આપો, કામ કરો. હું પૂછવા માંગુ છું સાહેબ મણિપુર સળગી રહ્યું છે, તમે એક દિવસ તો જાવ. તમે 14 દેશમાં ગયા, ચૂંટણીમાં અનેક ભાષણ આપ્યા, મણિપુર કેમ ના ગયા. કેટલાક લોકોનો સાથ આપ્યો, કેટલાકનો વિકાસ કર્યો, ગરીબોનો સત્યાનાશ કર્યો. 2024ની ચૂંટણી અહંકાર તોડનારી ચૂંટણી હતી. ગત સરકારના 17 મંત્રી હારી ગયા. ખેડૂતોને જીપથી કચડનારા મંત્રીને જનતાએ જ કચડી નાખ્યા અને ખતમ થઇ ગયા. એક શાયરે કહ્યું છે- કભી ઘમંડ મત કરના, તકદીર બદલતી રહતી હૈ..શીશા વહી રહતા હૈ, તસવીર બદલતી રહેતી હૈ. અમને ઘમંડી કહેતા હતા, ઘમંડ તો તમારૂ તૂટી ગયું. આજે તમારે 400 પારનો નારો નહીં લગાવવો પડે, 200 પાર છે અને તે પણ મુશ્કેલીથી આવ્યા છે.

અમે ખેડૂતોની વાત કરીએ છીએ તો મોદીજી...- ખડગે

અમે ખેડૂતોની વાત કરીએ છીએ તો મોદીજી ભેસ ખોલીને લઇ જવાની વાત કરે છે. અમે ભાજપને વહેંચવાની વાત કરીએ છીએ તો મોદીજી ઓરંગઝેબની વાત કરવા લાગે છે, અમે પેપર લીકની વાત કરીએ છીએ તો મોદીજી મંગલસૂત્રની વાત કરવા લાગે છે. અમે રોજગારની વાત કરીએ છીએ તો મોદીજી મન કી બાત કરવા લાગે છે. ઇતિહાસને લઇને નિર્ણય લેવામાં જનતા સક્ષમ છે. અસત્ય બોલવું, લોકોને વહેંચવુ, આ બધુ કામ પ્રથમ વખત થયું છે. આ કામ પહેલા કોઇ વડાપ્રધાને નથી કર્યું. ખડગેએ વિદેશી મીડિયાના કવરેજનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે નહીં, વિશ્વગુરુને લઇને દુનિયાના લોકો બોલી રહ્યાં છે. પીએમ મોદીએ ચૂંટણીમાં જે વાતો કહી, તે નફરતની વાતો હતી.

ક્યા મુદ્દા પર સરકારને ઘેરી શકે છે વિપક્ષ?

વિપક્ષ સંસદમાં આજે NEET સિવાય અગ્નિપથ યોજના, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવી શકે છે. તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ-યૂજીનું આયોજન કર્યું હતું. પરિણામ ચાર જૂને જાહેર કરાયા હતા પરંતુ તે બાદ ગુજરાત-બિહાર જેવા રાજ્યમાં પ્રશ્નપત્ર લીક થવા સિવાય પરીક્ષામાં ગેરરિતીના આરોપ લાગ્યા હતા.

આ સમાચાર શેર કરો