મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર,યુપી અને ઝારખંડમાં વીજળીએ વેર્યો વિનાશ, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મૃત્યુ 

દેશના કેટલાક ભાગોમાં અત્યારે બારેમેઘ ખાંગાં જેવા હાલ છે. તો અનેક રાજ્યોમાં વીજળીએ તબાહી

બિહાર,યુપી અને ઝારખંડમાં વીજળીએ વેર્યો વિનાશ, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મૃત્યુ 

દેશના કેટલાક ભાગોમાં અત્યારે બારેમેઘ ખાંગાં જેવા હાલ છે. તો અનેક રાજ્યોમાં વીજળીએ તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાને કારણે 100 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.

બિહારમાં તોફાન અને વીજળી પડવાને કારણે અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે વીજળી પડવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

યુપીમાં અત્યાર સુધીમાં 43 લોકોએ જીવ ગુમાવ્યા છે

ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 20 જિલ્લામાં 43 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પ્રતાપગઢમાં વીજળી પડવાને કારણે સૌથી વધુ 12 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે સુલ્તાનપુરમાં 7 અને ચંદૌલીમાં 6 લોકોના જીવ ગયા અને એક ડઝન લોકો ગંભીર રીતે દાઝી ગયા. પ્રયાગરાજમાં પણ વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે.

ચંદૌલીમાં 6ના મોત: પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં બુધવારે સાંજે વીજળી પડવાથી અડધો ડઝન લોકોના મોત થયા હતા જ્યારે એક ડઝન લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાઓમાં મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 

પ્રતાપગઢમાં 11 લોકોના મોત: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં વીજળી પડવાને કારણે પાંચ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હતી. પ્રતાપગઢના માણિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે કંધાઈ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકોના મોત થયા છે. ફતનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક, જેઠવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક, અંતુ વિસ્તારમાં એક અને સંગ્રામગઢ પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિનું મોત થયું છે. પોલીસ અધિક્ષક પશ્ચિમ સંજર રાયે જણાવ્યું હતું કે પાંચ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે.

સુલ્તાનપુરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા: બુધવારે સાંજે યુપીના સુલતાનપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વીજળી પડવાથી ત્રણ બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા. આ ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રથમ ઘટના ચંદા કોતવાલી વિસ્તારના રાજા ઉમરી ગામમાં બની હતી. આ સ્થળની રહેવાસી કમલા યાદવ પડોશમાં રહેતા કિશોર રૂદ્ર પ્રતાપ યાદવ સાથે કેરીઓ લેવા માટે બગીચામાં ગઈ હતી. દરમિયાન અચાનક વીજળી પડી હતી અને તેના કારણે બંને દાઝી ગયા હતા.

મૈનપુરીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા: યૂપીના મેનપુરીમાં વરસાદે એવી તબાહી મચાવી કે વીજળી પડતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા ભોગાંવમાં એક ખેડૂતનું મોત અને એક ખેડૂતનું મોત વીજળી પડવાથી મોત થયું હતું. 

પ્રયાગરાજમાં ચારના મોતઃ પ્રયાગરાજમાં બુધવારે અલગ-અલગ જગ્યાએથી વીજળી પડવાથી મોતની ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. જિલ્લા પ્રશાસનના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તેમની વિભાગીય તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય ઔરૈયા, દેવરિયા, હાથરસ, વારાણસી અને સિદ્ધાર્થનગરમાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે.

ઝારખંડમાં 35 મૃત્યુ પામ્યા

ઝારખંડની વાત કરીએ તો મે-જૂન દરમિયાન વીજળી પડવાથી 32 લોકોના મોત થયા હતા. આ સિવાય જુલાઈમાં પણ વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બંગાળમાં વીજળી પડવાથી 15 બાળકો બીમાર પડ્યા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ગુરુવારે એક શાળા કેમ્પસની અંદર એક વૃક્ષ પર વીજળી પડતાં ઓછામાં ઓછા 15 બાળકો બીમાર પડ્યા હતા. ડોમકલની ભગીરથપુર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા જ્યારે શાળાની ઇમારતની બાજુમાં એક વૃક્ષ પર વીજળી પડી, એક અધિકારીએ જણાવ્યું કે તેઓ વીજળીના ચમકારા અને મોટા અવાજને કારણે બીમાર પડ્યા હતા. તેઓને સ્થાનિક લોકો, શાળા સત્તાવાળાઓ અને કેટલાક માતા-પિતા દ્વારા તાત્કાલિક ડોમકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આઘાતની સ્થિતિમાં છે અને તેઓને નિરીક્ષણ બાદ રજા આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો