બાબા સિદ્દીકી મર્ડર કેસમાં સામે આવ્યું લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલનું નામ, સ્નેપચેટ દ્વારા ખુલ્યું રહસ્ય
NCPના નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઇ પોલીસે નવો ખુલાસો કર્યો છે. મુંબઇ

NCPના નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઇ પોલીસે નવો ખુલાસો કર્યો છે. મુંબઇ પોલીસે કહ્યું કે, શૂટર બાબા સિદ્દીકીની હત્યા પહેલા લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇના સંપર્કમાં હતા. હત્યા કરનારા ત્રણેય શૂટરોએ હત્યા પહેલા અનમોલ બિશ્નોઇ સાથે ઇંસ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા વાતચીત કરી હતી.
લોરેન્સનો ભાઇ આરોપીઓના સંપર્કમાં હતો
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇનો ભાઇ અનમોલ બિશ્નોઇ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો, આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી બે શૂટર અને એક હથિયાર સપ્લાયર સામેલ છે.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં પોલીસ દ્વારા શૂટર શિવકુમાર ગૌતમ અને કેટસલાક અન્ય આરોપી ફરાર છે. આરોપી સ્નેપચેટ દ્વારા એક બીજાના સંપર્કમાં હતા અને મેસેજ મળ્યા બાદ તે તેને તરત જ ડિલેટ કરી નાખતા હતા. આ રીતે જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓના સ્નેપચેટની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે શૂટર અને પ્રવીણ લોનકર સીધા અનમોલ બિશ્નોઇના સંપર્કમાં હતા.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓને જે રીતે અનમોલ બિશ્નોઇ ઇન્સપાયર કરતો હતો, તેવી જ રીતે બાબા સિદ્દીકીના હત્યારાઓને પણ અનમોલ બિશ્નોઇ સ્નેપચેટ દ્વારા ઇન્સપાયર કરતો હતો. આ ઘટનામાં અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ) સંબંધિત કલમો જોડવાની તૈયારીમાં છે.
કોણ છે અનમોલ બિશ્નોઇ?
અનમોલ બિશ્નોઇ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો નાનો ભાઇ છે. તે પોતાના ભાઇના ગ્રુપ સાથે જોડાયેલી ગતિવિધિ સહિત કેટલીક ગુનાહિત ગતિવિધિ સાથે જોડાયેલો રહ્યો છે. અનમોલ વિદેશમાં મુખ્ય રીતે કેનેડા, અમેરિકા અને પોર્ટુગલમાં પોતાના ભાઇ સાથે જોડાયેલા ગ્રુપનું મેનેજમેન્ટ કરે છે. તમામ પ્રયાસ છતા તેની ધરપકડ કરાઇ નથી.
અનમોલ પોતાના ભાઇના જેલ ગયા બાદ ગેન્ગને ઓપરેટ કરી રહ્યો છે. તે કેટલાક સંગતિઠ ગુનામાં સામેલ છે. જે સેલિબ્રિટીને ધમકાવીને વસૂલી જેવા કામ કરે છે. અનમોલે જ સલમાન ખાન વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું હતું. 1998માં કાળિયારના શિકાર મામલે બદલાની ભાવનાથી બન્ને ભાઇ સલમાન ખાનને કેટલીક વખત ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી ચુક્યા છે. બિશ્નોઇ સમાજ કાળિયારમાં આસ્થા ધરાવે છે.







