Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Landslide in Vasundhara: Torrential rain sinks road near Atal Chowk, cars and scooters fall into ditches

VIDEO: વસુંધરામાં ભૂવો પડ્યો: અટલ ચોક પાસે ધોધમાર વરસાદથી રસ્તો બેસી ગયો, કાર અને સ્કૂટર ખાડામાં ખાબક્યા

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં આજે ભારે વરસાદને પગલે અટલ ચોક પાસે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડવાની ગંભીર ઘટના સામે આવી છે. રસ્તો અચાનક બેસી જવાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર અને એક સ્કૂટર સીધા ખાડામાં ખાબક્યા હતા. આ આઘાતજનક દ્રશ્યો જોઈ આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે વાહનોમાં સવાર લોકોને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લેતા મોટી જાનહાનિ ટળી હતી. વરસાદી પાણીના દબાણને કારણે રસ્તાનું ધોવાણ થતાં આ ખાડો પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને બેરિકેડ લગાવી બંધ કરી દીધો છે. ખાડામાં ફસાયેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

App Store