Video: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫માં સુધારાનો પ્રસ્તાવ, દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા લેવાયો મોટો નિર્ણય

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ માં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે મુજબ હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે કોઈ લાયક અને અનુભવી વ્યક્તિને અધિકૃત કરવાનું ફરજિયાત રહેશે, જે બજારમાં દવાના દરેક બેચને મુક્ત કરતા પહેલા તેને મંજૂરી આપશે. અગાઉ ઉત્પાદન લાયસન્સ વખતે તકનીકી કર્મચારીઓની વિગતો અપાતી હતી પરંતુ બેચ મુક્ત કરવાની અંતિમ સત્તા અંગે સ્પષ્ટ જોગવાઈ નહોતી. આ ખામીને દૂર કરવા માટે સરકારે આ પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ કંપનીઓએ ઉત્પાદિત દવાના દરેક બેચ માટે નિર્ધારિત દસ્તાવેજો અને રેકોર્ડ્સ પણ ફરજિયાતપણે જાળવી રાખવા પડશે. આ નવા નિયમોના અમલથી દવાઓના ઉત્પાદનમાં પારદર્શિતા વધશે અને ગુણવત્તા પર સચોટ કાબૂ રાખી શકાશે.
જાહેરાત








