મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લા નીનાની અસર/ ઋતુચક્ર પર થશે માઠી અસર, જાણો વાતાવરણમાં શું બદલાશે?

વિશ્વના વાતાવરણ ઉપર છેલ્લાં કેટલાક વર્ષોથી અલ નીનોની સતત અસર જોવા મળતી આવી છે. આ દરમિયાન

લા નીનાની અસર/ ઋતુચક્ર પર થશે માઠી અસર, જાણો વાતાવરણમાં શું બદલાશે?

વિશ્વના વાતાવરણ ઉપર છેલ્લાં કેટલાક વર્ષોથી અલ નીનોની સતત અસર જોવા મળતી આવી છે. આ દરમિયાન વચ્ચે વચ્ચે લા નીના પણ પોતાની અસર બતાવતું હતું. તાજેતરમાં ફરી એક વખત લા નીના સક્રિય થયું છે. તાજેતરમાં જાણકારોએ માહિતી આપી કે પેસિફિક મહાસાગરમાં લા નીનાની અસર શરૂ થઈ છે.

હાલમાં મતે પ્રારંભિક સ્તરે છે પણ આગામી સમયમાં તેની અસર સમગ્ર દુનિયા ઉપર જોવા મળશે. ખાસ કરીને એશિયા, યુરોપ અને અમેરિકામાં લા નીનાની અસર વધારે જોવા મળશે. આ વર્ષે અલ નીનોની અસરના કારણે એશિયા અને યુરોપના દેશોમાં ગરમીનો પારો ઘણો ઉંચો ગયો હતો. આ વખતે એવું દેખાઈ રહ્યું છે કે, સમગ્ર વિશ્વ ઉપર આગામી ત્રણ મહિના લા નીનાની અસર જોવા મળશે.

વૈશ્વિક હવામાન વિભાગે જણાવ્યું કે, હાલમાં દુનિયાનું વાતાવરણ અને ઋતુચક્ર સામાન્ય છે. થોડા સમયથી પેસિફિક મહાસાગરમાં લા નીનાની સ્થિતિ આકાર લેવા લાગી છે.

 ફેબ્રુઆરી 2025 સુધીમાં લા નીના સંપૂર્ણ સ્વરૂપે અસર કરશે. અંદાજે 55 ટકા શક્યતાઓ છે કે, સંપૂર્ણ સ્વરૂપે અસર કરશે. ત્યારબાદ લા નીનાની અસર ધીમે ધીમે ઘટવા લાગશે. આગામી ત્રણ મહિના એટલે કે એપ્રિલ ૨૦૨૫ સુધીમાં લા નીનાની અસરમાંથી વૈશ્વિક હવામાન મુક્ત થઈ જશે.

અલ નીનોની અસરને લા નીના ખાળી નહીં શકે

વૈશ્વિક હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, વર્ષ 2024માં અલ નીનોની અસર સમગ્ર દુનિયા ઉપર જોવા મળી હતી. તેના કારણે દુનિયાના ઉત્તરી ગોળાર્ધના દેશોમાં ગરમીનો પારો રેકોર્ડ સ્તરે ઉંચો ગયો હતો. આ વખતે લા નીનાની અસર શરૂ થઈ છે પણ તે ગરમીના રેકોર્ડને ખાળી શકે તેમ નથી. આ ઉપરાંત લા નીનાના કારણે ગરમીની અસર પણ ઓછી થઈ શકે તેમ નથી. ખાસ કરીને એશિયાની વાત કરીએ તો ભારતમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે. એક સમયે લા નીના મોટી અસર કરશે તો પણ દેશમાં ચોમાસામાં વરસાદ સામાન્ય કરતા વધારે જોવા મળશે પણ ત્યારબાદ ઠંડીની સિઝનમાં કેવું પરિવર્તન આવશે તે હાલમાં કહી શકાય તેમ નથી. 

માર્ચ ૨૦૨૫ દરમિયાન ખ્યાલ આવશે કે લા નીના ભારતીય ઋતુચક્ર ઉપર આગામી વર્ષે કેટલી અસર કરશે. હાલની શક્યતાઓને જોઈએ તો પણ ભારત ઉપર તેની અસર ૫૫ ટકા જેટલી તો જોવા મળે તેમ છે. આ શક્યતાઓને ગંભીરતાથી લઈએ તો આગામી ચોમાસા માટે તૈયારીઓ કરવાનું આયોજન ઝડપી અને વહેલું કરી શકાય તેમ છે.

- ઉત્તર અને દક્ષિણ ભાગમાં અલગ અલગ અસર થાય છે

લા નીના અને અલ નીનો બંને જ પેસિફિક મહાસાગરમાં આકાર લેતા હોય છે. તેની અસર સમગ્ર વિશ્વ ઉપર વ્યાપક અથવા તો આંશિક રીતે પડતી જ હોય છે. જ્યારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં પાણી ઠંડુ થવા લાગે છે ત્યારે તેની અસર પશ્ચિમ તરફ અને યુરોપ તરફ થવા લાગે છે અને પવનની ગતિ વધી જાય છે. જ્યારે પેસિફિક મહાસાગરનું ગરમ પાણી એશિયા તરફ ખસવા લાગે છે. સામાન્ય રીતે લા નીનાની અસર દુનિયાના ઉત્તર અને દક્ષિણ ભાગ ઉપર અલગ અલગ થાય છે. દક્ષિણ ગોળાર્ધના દેશોમાં ભયાનક ગરમી, દાવાનળ જેવી ઘટનાઓ વધવા લાગે છે.

 બીજી તરફ ઉત્તરી ગોળાર્ધમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગે છે. આ વખતે યુરોપ, અમેરિકા અને એશિયામાં વધારે ઠંડી પડે તેવું દેખાઈ રહ્યું છે. 

- ભારતમાં ચોમાસાના ઋતુ લંબાય તેવા વરતારા

એશિયાના વિવિધ ભાગ ઉપર લા નીનાની અસર થવાની છે પણ ભારત ઉપર તેની અસર અલગ દેખાશે. જાણકારોના મતે ભારત ઉપર લા નીનાની અસર ત્રણેય ઋતુઓ ઉપર દેખાશે અને ઋતુચક્રમાં ફેરફાર જોવા મળશે. આ વખતે ઠંડીમાં તો વધારો જોવા મળશે જ સાથે સાથે ગરમી અને ચોમાસું પણ લંબાય તેમ છે. ગરમીનું પ્રમાણ વધશે પણ ઉનાળો લંબાશે નહીં. ચોમાસું સારું રહેશે અને લંબાશે પણ ખરું. આગામી વર્ષે કદાચ ઠંડીની શરૂઆત મોડી થાય તેવો વરતારો દેખાઈ રહ્યો છે. જાણકારોના મતે આ વખતે પેસિફિક મહાસાગરમાંથી એશિયા તરફ વહેતા પવનોની ઝડપ વધી જશે તેની અસર ભારતના ચોમાસા ઉપર વત્તા-ઓછા પ્રમાણમાં જોવા તો મળશે જ.

આ સમાચાર શેર કરો