બંગાળમાં 26/11 જેવા હુમલાનો પ્લાન! અભિષેક બેનરજીના ઘરની રેકી કરતો આતંકી ઝડપાયો; ડેવિડ હેડલી સાથે કનેક્શન
કોલકાતા પોલીસે અભિષેક બેનરજીના ઘરની બહાર રેકી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. કોલકાતા પોલીસે વ્યક્તિની મુંબઇના માહ

કોલકાતા પોલીસે અભિષેક બેનરજીના ઘરની બહાર રેકી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. કોલકાતા પોલીસે વ્યક્તિની મુંબઇના માહિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ વ્યક્તિની ઓળખ રાજારામ રેગે તરીકે થઇ છે. કોલકાતા પોલીસે જણાવ્યું કે રાજારામ આતંકી છે અને તેનું કનેક્શન મુંબઇ હુમલાના હેન્ડલર ડેવિડ હેડલી સાથે પણ રહ્યું છે.
આટલું જ નહીં કોલકાતા પોલીસનો દાવો છે કે રાજારામ કોલકાતામાં મુંબઇના 26/11 જેવા હુમલાનું ષડયંત્ર રચતો હતો. કોલકાતા પોલીસે રાજારામને એવા સમયે ધરપકડ કરી છે જ્યારે એક દિવસ પહેલા જ મમતા બેનરજીએ પોતાના અને પોતાના ભત્રીજાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
રાજારામે મુંબઇ હુમલા પહેલા હેડલી સાથે કરી હતી મુલાકાત
કોલકાતા પોલીસના એડિશનલ સીપી 1 મુરલીધર શર્માએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે કોલકાતા પોલીસે TMC સાંસદ અભિષેક બેનરજીના ઘરની રેકી મામલે મુંબઇથી રાજારામ રેગેની ધરપકડ કરી છે.રાજારામે વર્ષ 2011માં મુંબઇ હુમલા પહેલા ડેવિડ હેડલી સાથે મુલાકાત કરી હતી.
પોલીસનું કહેવું છે કે આતંકી હેડલીએ શિકાગોની એક કોર્ટમાં 26/11 મુંબઇ આતંકવાદી હુમલાના કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે મધ્ય મુંબઇના દાદરમાં શિવસેના ભવન ગયો હતો અને રાજારામ રેગેને મળ્યો હતો.
એડિશનલ સીપીએ જણાવ્યું કે રાજારામ કોલકાતામાં જોવા મળ્યો હતો, તે સાઉથ કોલકાતામાં હોટલમાં રોકાયો હતો. આટલું જ નહીં તેની પાસે અભિષેક બેનરજી અને તેના પીએનો નંબર પણ હતો. કોલકાતા પોલીસનું કહેવું છે કે 26/11 જેવા હુમલાનો પ્લાન કરવામાં આવી રહ્યો હતો. આરોપીએ અભિષેક બેનરજીના ઘરની રેકી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. શરૂઆતની તપાસમાં ખબર પડી કે રાજારામે કોલકાતામાં કેટલાક અન્ય લોકો સાથે પણ મુલાકાત કરી હતી.







