મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાત સહિત ચાર રાજ્યમાં ફેલાયેલા કિડની રેકેટનો પર્દાફાશ, દાતાની શોધથી ટ્રેનિંગ સુધી.. 35 લાખનો આ રીતે થતો વહિવટ 

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કિડની કાંડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અ

ગુજરાત સહિત ચાર રાજ્યમાં ફેલાયેલા કિડની રેકેટનો પર્દાફાશ, દાતાની શોધથી ટ્રેનિંગ સુધી.. 35 લાખનો આ રીતે થતો વહિવટ 

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કિડની કાંડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કિડની રેકેટમાં 34 જેટલા લોકોમાં ગેરકાયદેસર ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ કિડની રેકેટના તાર દિલ્હી ઉપરાંત ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ફેલાયેલા છે. 

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને દિલ્હીથી ચાલતા આ નેટવર્કની માહિતી મળી હતી. પોલીસે આ ગેંગ સબંધિત પુરાવા એકત્ર કરી રહી હતી ત્યારે જ એક મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે એક વ્યક્તિએ તેના પતિની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 35 લાખ રૂપિયા લીધા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ ન થઈ અને તેના પતિનું મોત થઈ ગયું.

આ ટોળકીએ 34 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા

પોલીસે મહિલાની ફરિયાદ પર એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી. જેમાં આ રેકેટ સંદીપ આર્ય નામનો વ્યક્તિ ચલાવતો હતો. પરંતુ પોલીસ સંદીપ વિશે માહિતી મેળવી શકી ન હતી. આ દરમિયાન પોલીસને સંદીપના ખાસ સહયોગી સુમિત વિશે માહિતી મળી. સુમિતને પકડી લીધા બાદ મળેલી માહિતીના આધારે પોલીસે માસ્ટર માઈન્ડ સંદીપ આર્ય અને તેના સહયોગી દેવેન્દ્રની ગોવાથી ધરપકડ કરી હતી.

ડીસીપી ક્રાઈમના જણાવ્યા પ્રમાણે માસ્ટરમાઇન્ડ સંદીપ આર્યની ધરપકડ બાદ આ રેકેટના તમામ રહસ્યો સામે આવ્યા છે. પૂછપરછ દરમિયાન સંદીપે ખુલાસો કર્યો કે તેણે અત્યાર સુધીમાં 34 ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. આ ઓપરેશન પાંચ રાજ્યોની જુદી જુદી 11 હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હતા. એક ઓપરેશન માટે 35 થી 40 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. આ પૈસા ગેંગના મુખ્ય 8 સભ્યોમાં તેમના કામ પ્રમાણે વહેંચવામાં આવતા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જે 35 થી 40 લાખ રૂપિયા ભેગા થયા હતા તેમાંથી સૌથી મોટો હિસ્સો માસ્ટરમાઇન્ડ સંદીપ આર્યનો હતો. તે 5 લાખ રૂપિયા રાખતો અને 5 લાખ જ ડોનરને આપતો હતો. જ્યારે અન્ય લોકોનો 1થી 2 લાખ રૂપિયાનો હિસ્સો રહેતો હતો.

ગેંગ કેવી રીતે કામ કરતી હતી?

આ રેકેટમાં દરેકનું કામ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ દાતાની શોધ કરતું, કોઈ દર્દી માટે વ્યવસ્થાનું કામ સંભાળતું. કોઈ નકલી દસ્તાવેજો તૈયાર કરવાનું કામ કરતું. અને કોઈ દાતાને સ્ક્રીનીંગ સમિતિ સમક્ષ હાજર થવા માટે તૈયાર કરતા હતા. સ્ક્રીનીંગ કમિટીને કોઈ શંકા ન થાય તે માટે આ લોકો કિડની દાતાને યોગ્ય તાલીમ આપતા. જેથી તે દર્દીનો સંબંધી હોય તેવું લાગે. આ બંનેના સાથે હોય તેવા કેટલાક ફોટા પણ સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવતા એટલે કોઈને શંકા ન જાય.  

કિડની ડોનરની શોધ માટે આ ગેંગનો એક વ્યક્તિ જુદા જુદા 122 સોશિયલ મીડિયા ગ્રૂપમાં જોડાયેલો હતો. દર્દીઓની માહિતી એકત્ર કરવા માટે ગેંગના સભ્યો મોટી મોટી હોસ્પિટલોમાં ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર તરીકે નોકરી કરતા. અહીંથી દર્દીની માહિતી મેળવીને સંદીપને આપવામાં આવતી હતી. આ લોકો જ ડોનરને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર કમિટીની સામે રજૂ થવાની ટ્રેનિંગ આપતા હતા.

આ સમાચાર શેર કરો