મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મારા પછી આગામી ટાર્ગેટ આ બે રાજ્યના મુખ્યમંત્રી હશે: કેજરીવાલનો દાવો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તાજેતરમાં એક ખ

મારા પછી આગામી ટાર્ગેટ આ બે રાજ્યના મુખ્યમંત્રી હશે: કેજરીવાલનો દાવો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ઘણા મુદ્દાઓ પર પૂછાયેલા સવાલોના હિંમતભેર જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ સામે પણ નિશાન સાધ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો હું સીએમ પદ પરથી રાજીનામું આપી દઈશ તો આગામી ટાર્ગેટ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન બનશે. 

અમિત શાહના વડાપ્રધાન બનવા અંગે શું બોલ્યા જુઓ...? 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કેમ કહ્યું હતું કે હવે પીએમ મોદી નહીં પણ અમિત શાહ વડાપ્રધાન બનશે? તેના જવાબમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જવાબ આપ્યો કે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો. અમિત શાહે પોતે 2019માં કહ્યું હતું કે તેઓ 75 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને નિવૃત્ત કરી રહ્યાં છે. તે હેઠળ જ અડવાણી, મુરલી મનોહર જોશી, યશવંત સિંહાને નિવૃત્ત કરાયા. શિવરાજ, વસુંધરા, ખટ્ટર, બધાને દૂર કરવામાં આવ્યા. યોગીને પણ હટાવવાની વાત ચાલી રહી છે જેથી અમિત શાહનો રસ્તો સાફ થઈ શકે. કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીએ એ વાતનો ખુલાસો કરવો જોઇએ કે આ નિયમ પોતાના માટે નથી બનાવ્યો.

રાજીનામાના સવાલ પર બોલ્યા કેજરીવાલ

સીએમ પદ પરથી રાજીનામું ન આપવાના સવાલ પર કેજરીવાલે કહ્યું કે 'મોદી ઈચ્છે છે કે હું રાજીનામું આપી દઉં. તે જાણે છે કે તેઓ મને દિલ્હીમાં હરાવી શક્શે નહીં. તેથી મારી ધરપકડ કરવાનું આ કાવતરું છે જેથી હું રાજીનામું આપી દઉં. મારા પછી હવે પછીનું લક્ષ્ય મમતા બેનર્જી, પિનરાઈ વિજયન હશે. હું ખુરશી છોડીશ નહીં. તેમણે અરજી પણ આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે મને પદ પરથી હટાવવાનો ઇનકાર કર્યો હતો. હું રાજીનામું નથી આપી રહ્યો કારણ કે મોદીજી જ્યાં પણ હારી જશે ત્યાં તેઓ મુખ્યમંત્રીની ધરપકડ કરશે.'

આ સમાચાર શેર કરો