VIDEO: 'કેજરીવાલ સપ્તાહમાં સીએમ હાઉસ ખાલી કરી દેશે, જીવનું જોખમ છતાં નહીં લે સિક્યોરિટી'; સંજય સિંહ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કેજરીવાલની સુર

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કેજરીવાલની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "અરવિંદ કેજરીવાલ સીએમ હાઉસ ખાલી કરી દેશી. મુખ્યમંત્રી તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળે છે, પરંતુ રાજીનામા બાદ કેજરીવાલ તમામ સુવિધાઓ છોડી દેશે. સંજયસિંહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલના રાજીનામાથી દિલ્હીના લોકો નારાજ છે, લોકો સવાલ કરી રહ્યા છે કે તેમને રાજીનામું આપવાની શું જરૂર હતી.
સંજય સિંહે કહ્યું કે ભાજપ 2 વર્ષથી અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટ ગણાવ્યા અને તેમની પ્રામાણિકતા પર સવાલો ઉઠાવ્યા. જો કોઈ જાડી ચામડીના નેતા હોત તો તેને આવી કોઈ અસર ન થાત અને ખુરશી પર ચિપકેલા રહેતા. જે કેસમાં જામીન મળવા અશક્ય હોય છે, તેવા કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે.
સંજય સિંહે કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી નહીં બને તો ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં મફત વીજળી અને પાણીની સુવિધા બંધ કરી દેશે.
AAP સાંસદ સંજય સિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે માત્ર ધારાસભ્ય રહી ગયા છે. આવી સ્થિતિમાં તેમને ધારાસભ્ય તરીકે મળેલી સરકારી સેવાઓ, પગાર અને ભથ્થાં જ મળશે. તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને સરકારી આવાસ ફાળવવાની કોઈ જોગવાઈ નથી, તેથી તેમને સરકારી આવાસ તો નહી મળે. આવી સ્થિતિમાં તેઓએ પોતાનું નવુ ઘર જાતે જ શોધવું પડશે. મુખ્યમંત્રી પદ છોડતાની સાથે જ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે મળેલ સરકારી ઘર, સરકારી કાર અને સરકારી સુરક્ષા છોડવી પડશે.
આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આતિશીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય મંગળવારે પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. હવે દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દેતા તેમણે સત્તાવાર સીએમ હાઉસ ખાલી કરવું પડશે. મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "અરવિંદ કેજરીવાલે મારા પર વિશ્વાસ કર્યો. મને ધારાસભ્ય, મંત્રી અને પછી સીએમ તરીકે તક આપી. મને ખુશી છે કે તેમણે મારા પર આટલો વિશ્વાસ વ્યક્ત કર્યો. હું ખુશ છું અને દુઃખી પણ છું."








