મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મંગળવારે LGને મળીને CM પદેથી રાજીનામું આપશે અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને LG વિનય કુમાર સક્સેનાએ મળવાનો સમય આપ્યો છે. મંગળવાર સા

મંગળવારે LGને મળીને CM પદેથી રાજીનામું આપશે અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને LG વિનય કુમાર સક્સેનાએ મળવાનો સમય આપ્યો છે. મંગળવાર સાંજે 4.30 વાગ્યે કેજરીવાલ LGને મળીને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે.

AAP PACની મળશે બેઠક

AAPની 5 વાગ્યે મળનારી PACની બેઠક મહત્ત્વની છે. આ બેઠકમાં દિલ્હીનો મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ચર્ચા થશે. કેબિનેટ પર પણ ચર્ચા થશે. કેજરીવાલના જેલમાંથી બહાર આવ્યા બાદ આ પ્રથમ PAC છે. એવામાં હરિયાણા ચૂંટણી પર પણ આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. 

કેજરીવાલને ઘરે બેઠક મળી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે એક કલાક સુધી વાતચીત બાદ મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા બહાર નીકળ્યા હતા. PACની બેઠક પહેલા થયેલી આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે.

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આ નામ ચર્ચામાં

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રાઘવ ચઢ્ઢા, આતિશી, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગહેલોત, ગોપાલ રાય, રાખી બિરલાનું નામ ચર્ચામાં છે.

આ સમાચાર શેર કરો