'આજે અમે ભાજપના હેડક્વાર્ટર પર જઇશું, તાકાત હોય તો ધરપકડ કરજો'- કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ આવાસમાં મારપી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર સીએમ આવાસમાં મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. 13 મેના રોજ સવારે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.તે ડ્રોઈંગ રૂમમાં જ બેઠી હતી જ્યારે સીએમ કેજરીવાલના પીએસ વિભવ કુમારે તેના પર કથિત હુમલો કર્યો. તે સ્વાતિ સાથે માત્ર ગેરવર્તણૂક જ નથી કરતો, પણ તેને ખરાબ રીતે માર માર્યો હતો. સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં પણ કંઈક આવું જ કહ્યું છે.
જો કે હવે સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વીડિયો કોન્ફરન્સ કરી હતી. કેજરીવાલે જણાવ્યું કે, ભાજપ બધાને જેલમાં મોકલવાનું કાવતરું ઘડી રહ્યું છે. 12 વાગે બીજેપી હેડક્વાર્ટર જઈશ, જેને જેલમાં નાખવા હોય એને નાખી દે. તમે જોઈ શકો છો કે ભાજપ AAPની પાછળ કેવી રીતે પડ્યું છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તમે આ 'જેલની રમત' રમી રહ્યા છો. આવતીકાલે હું બપોરે 12 વાગ્યે ભાજપ હેડક્વાર્ટર જઈશ. મારા ટોચના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, તમે જેને ઇચ્છો તેને જેલમાં મોકલી શકો છો. ”
વીડિયો સામે આવ્યા બાદ આપ નેતા અને મંત્રી અતિશીની પ્રેસ કોન્ફરન્સ
આપ નેતા અને મંત્રી અતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સ્વાતિ માલીવાલ ભાજપના કાવતરાના ભાગરૂપે આક્ષેપો કરી રહી છે. સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી છે.’
આપ નેતા અને મંત્રી અતિશીએ કહ્યું કે, "જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. ત્યારથી ભાજપ નર્વસ થઈ ગયું છે અને તેના કારણે ભાજપે ષડયંત્ર રચ્યું છે. સ્વાતિ માલીવાલને 13 મેની સવારે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ ભાજપના ષડયંત્રના પ્યાદુ છે. તેમનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપો લગાવવાનો હતો. તે સમયે મુખ્યમંત્રી ઉપલબ્ધ ન હતા. તેથી જ તેઓ બચી ગયા. ત્યારે સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ ઈજા થઈ હતી. તેને લખ્યું છે કે તેનું માથું ફાટી ગયું હતું, કપડાં ફાટી ગયા હતા પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે સત્ય દર્શાવે છે.”
તેમને કહ્યું, “વિડિયોમાં સ્વાતિ માલીવાલ પોલીસને ડરાવી રહી છે. તે વિભવને ધમકાવી રહી છે અને તેની સામે અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. મોટા અવાજે ધમકી આપવી. તેને ઉલ્લેખ કર્યો નથી કે તેને કોઈએ સ્પર્શ કર્યો છે. સ્વાતિ માલીવાલના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.”








