લોકસભા ચૂંટણી 2024 : 12 પાસ કંગના રનૌત પર 17 કરોડનું દેવું, જાણો કેટલા કરોડની છે સંપત્તિ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડી રહી છે. કંગનાએ પોતા

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડી રહી છે. કંગનાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારીની સાથે જ એક્ટ્રેસે પોતાનું નેટવર્થ એફિડેવિટ પણ જમા કર્યું છે. જેના અનુસાર, એક્ટ્રેસ 90 કરોડથી વધુની સંપત્તિની માલિક છે.
એફિડેવિટના અનુસાર, કંગના રનૌતની પાસે 91.50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આલિશાન ઘર, ગાડીઓ અને જ્વેલરી સિવાય અને એક્ટ્રેસ પાસે બેંકમાં પણ કરોડો રૂપિયા જમા છે. મુંબઈમાં કંગનાના અલગ-અલગ બેંક એકાઉન્ટમાં અઢી કરોડથી વધુ રૂપિયા જમા છે.
કંગના પાસે કુલ 8 બેંક એકાઉન્ટ
કંગનાની પાસે મુંબઈમાં 7 અને મંડીમાં એક, આમ કુલ 8 બેંક એકાઉન્ટ છે. મંડી જ્યાંથી એક્ટ્રેસ ચૂંટણી લડી રહી છે, ત્યાં પણ કંગનાનું એકાઉન્ટ છે. કંગના રનૌતની પાસે બેંક ઓફ બરોડા વાળા એકાઉન્ટમાં અંદાજિત 7099 રૂપિયા જમા છે.
12 પાસ બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ ઉમેદવાર કંગના રનૌતની પાસે રોકડા 2 લાખ રૂપિયા છે અને તમામ બેંક એકાઉન્ટ્સ, શેર-ડિબેન્ચર્સ અને જ્વેલરી સહિત અન્યને જોડતા કુલ ચલ સંપત્તિ 28,73,44,239 રૂપિયા છે. જ્યારે અચલ સંપત્તિ 62,92,87,000 રૂપિયા છે. જ્યારે તેના પર 17,38,00000 રૂપિયા દેવું છે.
એક્ટ્રેસ પાસે કેટલી છે જ્વેલરી?
જણાવી દઈએ કે, કંગના રનૌત પાસે હીરા, સોના અને ચાંદીના ઘરેણાં પણ છે. 6 કિલો 700 ગ્રામ સોનું અને જ્વેલરી છે, જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા જણાવાય રહી છે. આ સિવાય તેની પાસે 60 કિલો ચાંદી છે, જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા છે. આ સિવાય એક્ટ્રેસ પાસે 3 કરોડ રૂપિયાની ડાયમંડ જ્વેલરી છે.








