મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કંગના રનૌતે ફરી ભાજપની મુશ્કેલી વધારી, નીતિન ગડકરીના પ્રોજેક્ટનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી

હિમાચલ પ્રદેશની મંડી સીટથી બીજેપી સાંસદ કંગના રનૌત હવે કેન્દ્ર સ

કંગના રનૌતે ફરી ભાજપની મુશ્કેલી વધારી, નીતિન ગડકરીના પ્રોજેક્ટનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી

હિમાચલ પ્રદેશની મંડી સીટથી બીજેપી સાંસદ કંગના રનૌત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં સામે આવી છે. છ મહિના પહેલા નીતિન ગડકરીએ જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેનો જ વિરોધ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખરાહાલ ખીણમાં બિજલી મહાદેવ રોપવેની જાહેરાત કરી હતી. પરંતુ હવે કંગના રનૌતે 272 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કરી દીધો છે.

વીજળી મહાદેવ મંદિર માટે રોપ-વેને લઈને ખારાહાલ અને કશાવરી ઘાટીના લોકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. બિજલી મહાદેવ રોપવેના વિરોધમાં ગ્રામજનો ઘણી વખત રસ્તા પર ઉતરી ચુક્યા છે. તેઓ કહે છે કે રોપ-વેના નિર્માણથી ભગવાન ખુશ નથી. રોપ-વેના નિર્માણને કારણે તેમના રોજગારને અસર થશે. આ સાથે રોપ-વેના નિર્માણમાં અનેક વૃક્ષો કપાતા પર્યાવરણને પણ નુકસાન થશે.

કંગના રનૌતે કહ્યું કે, મેં આ પ્રોજેક્ટને લઈને નીતિન ગડકરીને રૂબરૂ મળીને જાણ કરી હતી. જો આપણા દેવતાઓ ન ઇચ્છતા હોય તો આ પ્રોજેક્ટ અહીં જ અટકાવવો જોઈએ. હું નીતિન ગડકરીને ફરી મળીશ.  

નીતિન ગડકરીએ કર્યો હતો શિલાન્યાસ 

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હિમાચલના કુલ્લુમાં મોહલ નેચર પાર્કમાં બિજલી મહાદેવ રોપવેનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોપ-વેના નિર્માણથી એક દિવસમાં 36000 પ્રવાસીઓ બીજલી મહાદેવ પહોંચશે અને અહીંના પર્યટનને પણ ઘણો ફાયદો થશે. 

આ સમાચાર શેર કરો