પત્રકારો પાંજરામાં બંધ! સંસદ ભવનમાં ઓપન એરિયામાં કવરેજ કરવા પર પ્રતિબંધ; સંસદમાં મુદ્દો ગરમાયો
સંસદ ભવનમાં પત્રકારોના ઓપન એરિયામાં કવરેજ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સંસદ ભવનના મકર દ્

સંસદ ભવનમાં પત્રકારોના ઓપન એરિયામાં કવરેજ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સંસદ ભવનના મકર દ્વારમાં પત્રકારોને એક કેબિનમાં પુરવામાં આવ્યા હતા અને ત્યાથી જ કવરેજ કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, પત્રકારોએ સંસદ ભવનમાં કવરેજનો બહિષ્કાર કર્યો હતો. સંસદમાં પત્રકારો પર પ્રતિબંધ મુકવાનો મુદ્દો ગરમાયેલો છે.
સંસદ ભવનમાં મીડિયા પર લગામ કેમ?
સંસદ ભવનના ઇતિહાસમાં પ્રથમ વખત મોદી સરકાર દ્વારા સંસદ ભવનમાં પત્રકારોના ખુલ્લેઆમ કવરેજ કરવા પર રોક લગાવવામાં આવી છે. સંસદ ભવનમાં મીડિયા પર રોક લગાવવામાં આવતા પત્રકારો નારાજ થયા છે અને સંસદ ભવનની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે. સંસદ ભવનમાં પત્રકારોએ પ્રદર્શન કર્યું હતું.
મહત્ત્વપૂર્ણ છે કે, ભારતીય લોકશાહીના ઇતિહાસમાં પ્રથમ વખત પત્રકારોને સંસદ ભવનમાં કવરેજ કરતા રોકવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ મીડિયાની વાત સાંભળી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ ભવનમાં જ્યારે પહોંચ્યા ત્યારે મીડિયા જે રૂમમાં હતી ત્યા પોતાની કાર રોકી હતી. રાહુલ ગાંધીને જોઇને કેટલાક પત્રકારો તેમની પાસે પહોંચ્યા હતા અને પોતાની વાત કહી હતી.







