મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Jet Airwaysની સંપત્તિ વેચવામાં આવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ; NCLTનો નિર્ણય નકાર્યો

સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્

Jet Airwaysની સંપત્તિ વેચવામાં આવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ; NCLTનો નિર્ણય નકાર્યો

સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેચવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.પી.પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે જેટ એરવેઝની સમાધાન યોજનાને યથાવત્ રાખી છે અને સંપત્તિ જાલન કાલરોક કન્સોર્ટિયમ (JKC)ને સ્થાનાંતરિત કરવાના નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશને રદ કરી દીધો છે.

કોર્ટે કહ્યું છે કે, એરલાઈન્સ કંપનીનું લિક્વિડેશન લેણદારો, શ્રમિકો અને અન્ય હિતધારકોના હિતમાં છે. કંપનીની સંપત્તિ લિક્વિડેશનની પ્રક્રિયા હેઠળ વેચીને દેવાની ચુકવણી કરી શકાશે. કોર્ટે જેકેસીના પક્ષમાં નિર્ણય લેવા મામલે એનસીએલટીની ઝાટકણી પણ કાઢી છે.

આ પણ વાંચો: 'અદાણીનો પ્રોજેક્ટ રદ કરી નાખીશ', ચૂંટણી ઢંઢેરામાં પૂર્વ CMનો મોટો વાયદો

 

કોર્ટે ચુકાદામાં વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કર્યો

સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ-142 હેઠળ વિશેષ શક્તિઓનો ઉપયોગ કર્યો છે. આ કલમ હેઠળ કોઈપણ પડતર કેસ અથવા સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કરવાના આદેશ તથા હુકમો જારી કરવાની સત્તાનો અધિકાર આપે છે.

NCLTના નિર્ણય વિરુદ્ધ SCમાં કરાઈ હતી અરજી

એનસીએલટીએ બંધ પડેલી એરલાઈન્સ કંપનીની સમાધાન યોજનાને 12 માર્ચ સુધી યથાવત્ રાખી હતી અને તેની માલિકી જેકેસીને સ્થાનાંતરિત કરવા મંજૂરી આપી દીધી હતી. જોકે ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક  અને જે.સી.ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે એનસીએલટીના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ બેંચે ઉપરોક્ત ચુકાદો આપ્યો છે.

આ સમાચાર શેર કરો