મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અદાણીનો પ્રોજેક્ટ રદ કરી નાખીશ', ચૂંટણી ઢંઢેરામાં પૂર્વ CMનો મોટો વાયદો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતા

'અદાણીનો પ્રોજેક્ટ રદ કરી નાખીશ', ચૂંટણી ઢંઢેરામાં પૂર્વ CMનો મોટો વાયદો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં તમામ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવને સ્થિર કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ ઠાકરેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અદાણી ગ્રુપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ રદ કરી નાખવાનો વાયદો કર્યો છે. ઠાકરેએ કહ્યું કે, મોટા ભાગના ચૂંટણી વાયદા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)ના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો છે, પરંતુ કેટલાક મુદ્દા છે જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. 

'ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેને રદ કરી દેવામાં આવશે, કારણ કે તેની મુંબઈ પર ખરાબ અસર પડશે. ઝડપથી થઈ રહેલા શહેરીકરણને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ હાઉસિંગ પોલિસી બનાવવામાં આવશે. 

આ પણ વાંચો: મહિલાઓ માટે મફત મુસાફરી, દર મહિને 3 હજાર; INDIA ગઠબંધને મહારાષ્ટ્રમાં લોકોને આપી 5 ગેરંટી

 

અમે અત્યાર સુધી અમારા તમામ વાયદાઓ પૂરા કર્યા

ઠાકરેએ વિપક્ષના રાજકીય ષડયંત્રો અને અફવાઓ ફેલાવવા પર કહ્યું કે, 'હું ચૂંટણી પ્રચાર માટે મુંબઈની બહાર જઈ રહ્યો છું, તેથી જો હું મુંબઈમાં મહાવિકાસ અઘાડીની આગામી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ન થઈ શકું તો મહેરબાની કરીને એમ ન માનશો કે ગઠબંધન તૂટી ગયું છે. અમે અત્યાર સુધી અમારા તમામ વાયદાઓ પૂરા કર્યા છે, પછી ભલે તે BMC સાથે સંબંધિત હોય કે રાજ્ય સરકાર સાથે'. અમારી પાર્ટી રોજગારના નિર્માણ તરફ કામ કરશે. ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારની પ્રમુખ લાડકી બહન યોજાનાનો પણ ઉલ્લેખ કર્યો, પરંતુ જો ચૂંટણી પછી MVA સત્તામાં આવશે તો આ યોજના ચાલુ રહેશે કે કેમ તે અંગે વિગતો આપવાનો ઈનકાર કરી દીધો હતો. 

આ સમાચાર શેર કરો