મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવાની જરૂર', નીતિશ કુમારની પાર્ટીએ મોદી સરકારનું નાક દબાવ્યું

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સહયોગી પક્ષની અસર શપથગ્રહણ સમારંભ પહેલા જ જોવા મળી રહી છે. NDAના સહયોગીમાંથી એક JDUએ

'અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવાની જરૂર', નીતિશ કુમારની પાર્ટીએ મોદી સરકારનું નાક દબાવ્યું

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સહયોગી પક્ષની અસર શપથગ્રહણ સમારંભ પહેલા જ જોવા મળી રહી છે. NDAના સહયોગીમાંથી એક JDUએ સેનામાં ભરતી યોજના અગ્નિવીર અને સમાન નાગરિક સંહિતા (UCC)ને લઇને મોટી વાત કહી છે. JDUના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે અગ્નિવીર સ્કીમ પર ફરી વિચાર કરવાની જરૂર છે. 

કેસી ત્યાગીએ કહ્યું કે, આ સાથે જ સમાન નાગરિક સંહિતા (UCC) પર તમામ રાજ્યો સાથે વાતચીત કરવી જોઇએ. JDUએ કહ્યું કે અગ્નિવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો અને આ વખતે લોકસભા ચૂંટણીમાં તેના વિરોધની અસર પણ જોવા મળી છે.

અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવામાં આવે

JDUના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે, અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવાની જરૂર છે. JDUના પ્રવક્તાએ કહ્યુ કે, અગ્નિવીર યોજનાનો ચૂંટણીમાં વિરોધ થયો હતો. આ વિરોધની અસર ચૂંટણીના પરિણામમાં પણ જોવા મળી છે. 

કોંગ્રેસે બનાવ્યો હતો મોટો મુદ્દો

કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં અગ્નિવીરને મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ અગ્નિવીર યોજનાને કચરાના ડબ્બામાં ફેકી દેવામાં આવશે. અગ્નિવીર યોજનામાં જે રાજ્યમાં સૌથી વધુ ભરતી થઇ તે રાજ્યમાં ભાજપની બેઠક ઓછી થઇ છે. હરિયાણામાં પાર્ટીની બેઠક 10થી ઘટીને 5 થઇ ગઇ હતી. આટલું જ નહીં અહીં પાર્ટીનો વોટ શેર પણ 58 ટકાથી ઘટીને 46 ટકા થઇ ગયો છે. પંજાબમાં તો ભાજપ ખાતુ પણ ખોલાવી શક્યુ નથી. રાજસ્થાનમાં પણ ભાજપ 25થી ઘટીને 14 પર આવી ગઇ હતી.

આ સમાચાર શેર કરો