VIDEO: જમ્મુ-કાશ્મીર: પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી બદલ નાઝિયા ઈલાહી ખાન વિરૂદ્ધ ભારે વિરોધ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નાઝિયા ઈલાહી ખાન દ્વારા પયગંબર મોહમ્મદ સાહેબ વિશે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વાંધાજનક નિવેદનના વિરોધમાં આજે ડોડા પંથકમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કડક વલણ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ઇન્ફ્લુએન્સરે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. દેખાવકારોએ નાઝિયા ઈલાહી ખાન સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની અને તેની ધરપકડ કરવાની ઉગ્ર માંગ કરી છે.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સ્થાનિક આગેવાનોએ પણ શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે અને તંત્ર પાસે ન્યાયિક પગલાંની અપેક્ષા વ્યક્ત કરી છે.

