મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ 20 ઉમેદવારોની કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેને લઈને સમાજવાદી પાર્ટી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ 20 ઉમેદવારોની કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેને લઈને સમાજવાદી પાર્ટીએ 20 ઉમેદવારોની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી યોજાવા જઈ રહી છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. આ પછી પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદારો મતદાન કરશે. ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

કયા પ્રાંતમાં કેટલી બેઠકો

જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 90 વિધાનસભા બેઠક છે, જેમાંથી 47 બેઠકો કાશ્મીર, અને 43 બેઠખો જમ્મુમાં છે. સીમાંકન પહેલાંની વાત કરીએ તો, 2014ની ચૂંટણી સુધી 87 બેઠકો હતી. જેમાં 37 બેઠક જમ્મુ અને 46 બેઠક કાશ્મીરમાં હતી. ચાર બેઠક લદાખમાં હતી. રાજ્યના દરજ્જામાં ફેરફાર થવાની સાથે લદાખને અલગથી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનુ સ્ટેટસ મળ્યું છે, ત્યારબાદ જમ્મુમાં છ, કાશ્મીરમાં એક બેઠક વધી છે.

આ સમાચાર શેર કરો