જમ્મુ કાશ્મીરઃ બાંદીપુરામાં જવાનોની ગાડી ખીણમાં પટકાઈ, 4 જવાનોના મોત, 3 ઈજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમ વર્ષાને પગલે સતત ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છ

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમ વર્ષાને પગલે સતત ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારત ઠંડીનો કહેરમાં યથાવત છે. ત્યારે બાંદીપુરામાં સેનાની ગાડી પલટી હોવાના સમાચાર છે. આ દુર્ઘટનામાં 4 જવાનોના મોત થયા છે અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર, કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, 'સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે આવેલા એક વળાંક પર અકસ્માત નડ્યો. ગાડી ચલાવી રહેલા ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો અને ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 2 જવાનોના મોત અને 5 ઈજાગ્રસ્ત થયા છે, કેટલાકની હાલત ગંભીર છે, તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
31 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંઢર તહેસીલના નિયંત્રણ રેખા (LOC) પર બલનોઈ વિસ્તારમાં સેનાના વાહન સાથે દુર્ઘટના ઘટી હતી. તે સમયે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ સેનાનું વાહન જવાનને લઈને ઓપરેશન ડ્યુટી પર જઈ રહ્યું હતું.
આ દરમિયાન વાહન આશરે ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં હાજર પાંચ જવાનોનું મોત નિપજ્યું હતું. જોકે, પાંચ અન્ય ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. જેને પૂંછની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.






