Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP releases first list for Delhi elections

દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર, કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર, કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેની પહેલી યાદી જાહેર કરી દીધી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, રમેશ બિધુરીને સીએમ આતિશી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

App Store

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ તમામ પાર્ટીઓએ એડીચોટીનુંજોર લગાવ્યું છે. AAP સામે બળવો કરીને ભાજપમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોતને બિજવાસન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, નાંગલોઈ જાટથી મનોજ શૌકીન, મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા, શાલિયાર બાગથી રેખા ગુપ્તા, મોડલ ટાઉનથી અશોક ગોયલ, કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ, પટેલ નગરથી રાજકુમાર આનંદ, રાજૌરી ગાર્ડનમાંથી સરદાર મનજીન્દર સિંહ સિરસા, જનકપુરીથી આશિષ સૂદ, બિજવાસન સીટ પરથી કૈલાશ ગેહલોતને ટિકિટ આપવામાં આવી છે.