Video: સુપ્રીમ કોર્ટે 7, 8 નવેમ્બરે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી, કેટલાક સ્થળોને નો-ક્રેકર્સ ઝોન જાહેર કર્યા

સુપ્રીમ કોર્ટે આગામી ૭ અને ૮ નવેમ્બરે સવારે ૬ થી ૭ અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. આ નિર્દેશોનું પાલન કરાવવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે....અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો તથા સૂચિત સાયલન્ટ ઝોનની ૩૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ.. આ તમામ વિસ્તારો તેમજ શૈક્ષણિક સંસ્થાઓને નો-ક્રેકર્સ ઝોન જાહેર કરી, યોગ્ય રીતે ચિહ્નિત કરીને વ્યાપક પ્રચાર કરવા પણ નિર્દેશો આપવામાં આવ્યા છે.
જાહેરાત







