મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર: પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે સવારથી સુરક

જમ્મુ કાશ્મીર: પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યાના અહેવાલ સામે આવ્યા છે. આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, એવું માનવામાં આવે છે કે ત્યાં અન્ય એક આતંકવાદી છે જેને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું


પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકવાદીઓની છુપાયા હોવાની માહિતી મળી હતી. આ બાતમી અનુસાર સુરક્ષા દળોએ તમામ વિસ્તારને કોર્ડન કર્યો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા 18 જુલાઈના રોજ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં  જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાદળોના જવાનોનું સામેલ છે.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના આર્શીપોરા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો અને બીજાને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર સુરક્ષા દળો ચાંપતી નજર રાખી રહ્યા છે. તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે રાજૌરી અને પૂંચના સરહદી જિલ્લાઓમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલના સાત લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ લોકો સરહદ પારથી વિવિધ વસ્તુઓની  દાણચોરીમાં સામેલ હતા. પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા આ મોડ્યુલના નેતા અને લશ્કર-એ-તૈયબાના મોહમ્મદ કાસિમ માટે 10 લાખ રૂપિયાના ઈનામ સાથેનું પોસ્ટર બહાર પાડ્યું છે.

આ સમાચાર શેર કરો