'તમારો ટોન બરાબર નથી...', જયા બચ્ચનના આરોપ પર ભડક્યા જગદીપ ધનખડ; સંસદમાં બબાલ
સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખરના સ્વર પર સવ

સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખરના સ્વર પર સવાલ ઉઠાવ્યા હતા. જયા બચ્ચને કહ્યું કે હું એક કલાકાર છું. હું બોડી લેંગ્વેજ સમજું છું. હું અભિવ્યક્તિ સમજું છું. તેણે કહ્યું કે મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. આ સ્વીકાર્ય નથી. જયા બચ્ચનની ટિપ્પણી પર અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા. રાજ્યસભામાં ભારે હોબાળો થયા બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું. વિપક્ષના સભ્યોએ 'દાદાગીરી નહીં ચલેગી'ના નારા લગાવ્યા હતા.
રાજ્યસભા સાંસદ ફરી એકવાર તેમના નામ સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનનું નામ જોડવામાં આવતા ભડક્યાં હતાં. આ વખતે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સપા સાંસદ જયા બચ્ચનના નામ સાથે જેવું જ અમિતાભ બચ્ચનનું નામ લીધું કે તેઓ ભડકી ગયાં.
અધ્યક્ષથી નારાજ થયા જયા બચ્ચન
જયા બચ્ચને જગદીપ ધનખડે સંભળાવતા કહ્યું કે હું એક અભિનેત્રી છું અને ફેસ એક્સપ્રેશન સમજી જઉં છું. ધનખડજી મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. રાજ્યસભામાં આપણે બધા એક સાથી છીએ. બસ આટલું સાંભળતા સભાપતિ ધનખડે જવાબ આપ્યો કે જયાજી બચ્ચન એક્ટર, ડાયરેક્ટર વિના કંઇ જ નથી. તમે એ નથી જોયું જે મેં જોયું છે.
વિપક્ષે વૉકઆઉટ કર્યું
આ ઘટના બન્યા બાદ વિપક્ષે ફરી વૉકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે વૉકઆઉટનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજ્યસભામાં ઉપાધ્યક્ષ હરિવંશે જ્યારે સપા સાંસદ જયા બચ્ચનને બોલવા માટે આમંત્રિત કર્યા તો તેમણે તેમનું નામ જયા અમિતાભ બચ્ચન પોકાર્યા હતા ત્યારે, તેમના પર જયા બચ્ચન ભડકી ઉઠ્યા હતા.






