મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

IRS ઓફિસર રાહુલ નવીન બન્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નવા ડિરેક્ટર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વર્તમાન કાર્યકારી વડા રાહુલ નવીન

IRS ઓફિસર રાહુલ નવીન બન્યા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નવા ડિરેક્ટર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વર્તમાન કાર્યકારી વડા રાહુલ નવીન તપાસ એજન્સીના ડિરેક્ટર બની શકે છે. આ પહેલા રાહુલ નવીને EDના વિશેષ નિયામક તરીકે સેવા આપી હતી.રાહુલ નવીન ભારતીય મહેસૂલ સેવા (ઇન્કમ ટેક્સ)ના 1993 બેચના અધિકારી છે. અગાઉના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થવા પર તેમણે 15 સપ્ટેમ્બર, 2023ના રોજ તપાસ એજન્સીના કાર્યકારી નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ડાયરેક્ટર-ઈનચાર્જ તરીકે તેમની નિમણૂક પહેલા, નવીન સંજય મિશ્રા સાથે નજીકથી કામ કરી રહ્યા હતા.

કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના પદ પર રાહુલ નવીનની નિમણૂકને મંજૂરી આપી છે. બે વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂક કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો