Video: આંતરરાજ્ય હથિયાર તસ્કરીનો પર્દાફાશ

મહારાષ્ટ્રના નંદુરબરમાં પોલીસે આંતરરાજ્ય ગેરકાયદે હથિયાર તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સાત દેશી બનાવટની પિસ્તોલ અને 46 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન અને મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 13.97 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર હથિયાર તસ્કરી નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જાહેરાત








