Video: “પહેલાં દિલ્હીથી પેટ્રોલ સસ્તું કરાવો!” દૂધ અને બસ ભાડા વધારા પર ભાજપના વિરોધ વચ્ચે કર્ણાટક મંત્રીનો મોટો પડકાર!

સોર્સ: gstv

કર્ણાટકમાં દૂધના ભાવ અને બસ ભાડામાં થયેલા તાજેતરના વધારાને લઈને ભાજપ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે. વિપક્ષ ભાજપ કોંગ્રેસ સરકાર પર સામાન્ય જનતા પર બોજ નાખવાનો આરોપ લગાવી રહી છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી પ્રિયાંક ખડગેએ આ આંદોલન સામે આક્રમક વલણ અપનાવતા કેન્દ્રની મોદી સરકાર પર સીધો નિશાન સાધ્યો છે.

બેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીત કરતા પ્રિયાંક ખડગેએ જણાવ્યું કે, વિરોધ કરતા પહેલાં કેન્દ્ર સરકારે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) અને મોંઘવારીના આંકડા પર ખુલીને વાત કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "પહેલાં કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડે અને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ)ના દરોમાં કાપ મૂકે. જો કેન્દ્ર સરકાર સામાન્ય માણસને રાહત આપશે, તો અમે પણ એ લાભ પ્રજા સુધી પહોંચાડી શકીશું. જ્યારે કેન્દ્રિય સ્તરે મોંઘવારી અંકુશમાં આવશે અને ઈંધણ સસ્તું થશે, ત્યારે અમે પણ રાજ્યમાં ભાવો ઘટાડી દઈશું."

જાહેરાત

રાજ્ય સરકારના મંત્રીના આ નિવેદન બાદ કર્ણાટકમાં મોંઘવારી અને ભાવવધારા મુદ્દે કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય સરકારનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત