Video: હિમાચલ પ્રદેશમાં 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન હેઠળ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનું શક્તિપ્રદર્શન

હિમાચલ પ્રદેશના મંડીમાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપે શક્તિપ્રદર્શન કર્યું હતું. પદ્દલ મેદાનથી સેરી મંચ સુધી યોજાયેલી પદયાત્રામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આગેવાની લીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. જયરામ ઠાકુરે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારના વિકાસકાર્યોથી કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હતાશ છે. તેમણે કોંગ્રેસ પર લોકશાહી ઢબે ચૂંટણી જીતી ન શકવાના કારણે અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.
જાહેરાત








