મણિપુરમાં ફરી સ્થિતિ કથળી, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ
મણિપુરમાં ફરી એક વખત સ્થિતિ બગડી છે. સ્થિતિને કાબુમાં કરવા માટે RAFને બોલાવવામાં આવી છે. પ્રદર્શનકારીઓે રસ્તો બ્લોક કર

મણિપુરમાં ફરી એક વખત સ્થિતિ બગડી છે. સ્થિતિને કાબુમાં કરવા માટે RAFને બોલાવવામાં આવી છે. પ્રદર્શનકારીઓે રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસે પાછળ ફરવા મજબૂર થવું પડ્યું હતું. ભીડને અલગ કરવા માટે પોલીસ તરફથી ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. મણિપુરમાં સ્થિતિ વધારે કથળતા 15 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પહેલા મણિપુરમાં ફરી ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કરર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ ડ્રોન હુમલાના વિરોધમાં મશાલ જુલૂસ કાઢ્યું હતું. સોમવારે પણ પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો.
મણિપુરમાં 16 મહિનાથી હિંસાની આગ
મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. પૂર્વોત્તરમાં સ્થિત આ રાજ્યમાં લૂંટ, હત્યા અને અશાંતિના સમાચાર સતત આવી રહ્યાં છે. મણિપુરમાં 3 મે 2023થી હિંસા શરૂ થઇ હતી પરંતુ 16 મહિના બાદ પણ રાજ્યમાં શાંતિ આવી નથી.
મણિપુરમાં સ્થિતિની ગંભીરતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બન્ને સમુદાય પાસે હવે એવા હથિયાર છે જેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે છે.
મણિપુરના મુખ્યમંત્રી પણ વિપક્ષના નિશાના પર
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ વિપક્ષના નિશાના પર છે અને તે પક્ષપાતનો આરોપ લગાવતું રહે છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહ જે મૈતેઇ સમાજમાંથી આવે છે. મૈતઇ રાજકીય રીતે મણિપુરમાં પ્રભાવશાળી છે. એવામાં આરોપ લાગતા રહે છે કે મુખ્યમંત્રી બીરેન સિંહ મૈતઇ સમાજના લોકો પ્રત્યે સોફ્ટ કોર્નર રાખે છે. હિંસામાં ભાજપના નેતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.







