મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Insta પર થયો પ્રેમ, લગ્ન કરવા પહોંચ્યો વર, મેરેજ પેલેસ શોધતો રહ્યો, ખાલી હાથે જાન લઈ પરત ફર્યા

આજકાલ સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ અને પછી લગ્ન કોઈ નવી વાત નથી. પરંતુ ક્યારેક આ પ્રે

Insta પર થયો પ્રેમ, લગ્ન કરવા પહોંચ્યો વર, મેરેજ પેલેસ શોધતો રહ્યો, ખાલી હાથે જાન લઈ પરત ફર્યા

આજકાલ સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ અને પછી લગ્ન કોઈ નવી વાત નથી. પરંતુ ક્યારેક આ પ્રેમ બહુ મોંઘો સાબિત થાય છે. આવું જ પંજાબના યુવક સાથે બન્યું છે. જાલંધરના દીપક કુમારને મોગાની કન્યા સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થયો. જાન જોડી લગ્ન કરવા પહોંચ્યા, પરંતુ મોગામાં કન્યા કે કોઈ સાગવાળા જ હાથ ન લગતા વિલે મોઢે પાછા ફરવું પડ્યું હતું. 

મળતી માહિતી મુજબ, જલંધરના મંડિયાલા ગામના રહેવાસી દીપક કુમાર એક મહિના પહેલા દુબઈથી પરત ફર્યો હતો. દીપકે ત્રણ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મનપ્રીત કૌર નામની યુવતી સાથે મિત્રતા કરી હતી. આ મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે બંનેએ 3 વર્ષ પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંને ક્યારેય એકબીજાને મળ્યા નહોતા કે જોયા પણ નહોતા પરંતુ લગ્ન પંજાબના મોગામાં નક્કી થયા હતા.

ફેક એડ્રેસ આપ્યું 

લગ્ન માટે મોગાનો રોઝ ગાર્ડન પેલેસ બુક કરાવ્યો હતો. નિર્ધારિત તારીખે વરરાજા લગભગ 12 વાગ્યે સજનમાજન સાથે પરણવા પહોંચ્યો હતો. પરંતુ મોગા પહોંચ્યા પછી તેને ખબર પડી કે આ નામનો કોઈ મહેલ કે કોઈ જ જગ્યા છે જ નહિ. તેણે યુવતીને ફોન કર્યો તો જવાબ મળ્યો 'રાહ જુઓ અમે આવી રહ્યા છીએ'. આ પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો. લગભગ 150 જાનૈયા સાથે જાન જોડી પરણવા ગયેલા વરરાજામોગાના લોહારા ચોકમાં બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી રાહ જોતા હતા, પરંતુ કોઈ આવ્યું ન હતું.

લાંબી રાહ જોયા બાદ દીપક અને તેના પિતા પ્રેમચંદ પોલીસ સ્ટેશન ગયા અને મામલાની ફરિયાદ કરી. દીપકે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે દુબઈની કોઈ કંપનીમાં નોકરી કરતો હતો. આ વાતચીત તેના મનપ્રીત કૌર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શરૂ થઈ હતી. યુવતી સાથે લગ્નની વાત પણ થઈ હતી, પરંતુ તેની સાથે છેતરપિંડી થઈ હતી.

ખર્ચ પેટે 50 હજાર રૂપિયા પણ આપ્યા હતા

દીપકે કહ્યું કે યુવતીએ ખર્ચ માટે 50-60 હજાર રૂપિયા પણ માંગ્યા, પરંતુ અહીં કોઈ આવ્યું નહીં. દીપક લગ્નના 150 મહેમાનો સાથે રાહ જોતો રહ્યો. દીપકે આ મામલે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.

છોકરાના પિતા પ્રેમચંદે કહ્યું કે તેમણે છોકરીના માતા-પિતા સાથે અંગત રીતે વાત કરી ન હતી, પરંતુ છોકરી સાથે વાત કરી હતી. અગાઉ 2 ડિસેમ્બરે લગ્નની વાત હતી, પરંતુ યુવતીએ કહ્યું કે તેના પિતાની તબિયત સારી નથી તેથી લગ્ન 6 ડિસેમ્બરે થશે. જે મહેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે નામની કોઈ જગ્યા જ મોગામાં નથી. અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમને ન્યાય મળે. અમે લગ્નના 150 મહેમાનોને લઈને આવ્યા છે. લોન લઈને લગ્નનો ખર્ચ કર્યો છે. 

મોગા પોલીસ સ્ટેશનના એએસઆઈ હરજિન્દર સિંહે જણાવ્યું કે ફરિયાદ વરરાજાના પિતા તરફથી આવી છે. અમે કન્યાને શોધી રહ્યા છીએ. તેની પાસે માત્ર છોકરીનો ફોન નંબર છે. તપાસ અને શોધખોળ કરવામાં આવશે. કોલ રેકોર્ડિંગ અને ઉપલબ્ધ વિગતો દ્વારા તપાસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો