Video: દિવાળી પૂર્વે મોંઘવારીનો આંચકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ વધ્યા

દિવાળીના તહેવારો વચ્ચે સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ ઝીંકાયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બરથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હી અને મુંબઈમાં સિલિન્ડર દીઠ 10 રૂપિયા, કોલકાતામાં 10 રૂપિયા અને ચેન્નઈમાં 11 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2,820 રૂપિયા, મુંબઈમાં 2,774.50 રૂપિયા, કોલકાતામાં 2,964 રૂપિયા અને ચેન્નઈમાં 2,994.50 રૂપિયાએ પહોંચ્યો છે. કોમર્શિયલ ગેસ મોંઘો થતાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાના સંચાલન ખર્ચમાં વધારો થશે, જેની અસર ગ્રાહકો પર પણ પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.







