Video: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સસ્તી થઈ કેન્સરની દવાઓ

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્સરની દવાઓ સસ્તી થઈ છે..જેમાં 543 દવા બ્રાન્ડ્સ અને પેકના મહત્તમ છૂટક ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણના નિર્ણય બાદ દવાઓના ભાવમાં 73 ટકા સુધીનો ભાવ ઘટાડો કરાયો છે.. આ નવા ભાવથી ઈન્જેક્શનની કિંમત 80 હજારથી સીધી ઘટીને 7 હજાર રૂપિયા થઈ ગઈ છે. 21 કેપ્સ્યુલના પેકની કિંમત 40 હજારથી ઘટીને 2 હજાર 700 રૂપિયા થઈ ગઈ છે. સરકારે 137 કેન્સરવિરોધી દવાઓના ટ્રેડ માર્જિનને એમઆરપીના 30 ટકા સુધી મર્યાદિત કરવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દવા કંપનીઓએ નવી કિંમતોની માહિતી આપી છે. નવા ભાવ 9 નવેમ્બરથી લાગુ થશે. કેન્સરની દવાઓની કિંમતોમાં તફાવતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યો હતો. 29 સપ્ટેમ્બરે એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે 2 હજાર 700 રૂપિયાની કેન્સરની દવા પર એમઆરપી 27 હજાર રૂપિયા કેમ છે. કોર્ટે દવાઓની કિંમતો પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ નરસંહાર છે.






