VIDEO: ભારતની સૌથી મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક એવી ઝોજીલા ટનલ પ્રોજેક્ટમાં આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત
ભારતની સૌથી મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક એવી ઝોજીલા ટનલ પ્રોજે


ભારતની સૌથી મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક એવી ઝોજીલા ટનલ પ્રોજેક્ટમાં આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અહીં પહોંચ્યા હતા અને તેમની વિશેષ ઉપસ્થિતિમાં ટનલના મુખ્ય ભાગના ખોદકામનો અંતિમ બ્રેકથ્રુ સમારોહ સંપન્ન થયો. ૧૩.૧૫ કિમી લાંબી આ ટનલ ૧૧ ૫૭૮ ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવી રહી છે, જે વિશ્વની સૌથી લાંબી સિંગલ-ટ્યુબ બાય-ડાયરેક્શનલ રોડ ટનલ બનશે. આ ટનલ કાશ્મીરના બાલ્તલ અને લદ્દાખના મીનામાર્ગને જોડશે જેનાથી શ્રીનગર-લેહ વચ્ચેનો મુસાફરીનો સમય કલાકોથી ઘટીને માત્ર ૧૫ મિનિટ થઈ જશે. અત્યંત કપરી ભૌગોલિક સ્થિતિ અને આત્યંતિક હવામાન વચ્ચે નિર્મિત આ ટનલ વર્ષભર કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્રોજેક્ટ લશ્કરી સાધનોની હેરફેર અને સરહદી સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નિર્મિત આ ટનલનું કામ હવે પૂર્ણતાના આરે છે




