મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:૯ જૂને નીતિન ગડકરી કરશે 'ઝોજી-લા સુરંગ'ના બ્રેકથ્રુની શરૂઆત

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આગામી ૯ જૂનના રોજ વ્યૂહાત્મક રીતે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આગામી ૯ જૂનના રોજ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી 'ઝોજી-લા સુરંગ'ના બ્રેકથ્રુની સત્તાવાર શરૂઆત કરાવશે.એટલે કે ટનલના સામસામેના બંને છેડા જોડવાના અંતિમ તબક્કાની શરૂઆત કરશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પ્રદેશને તમામ ઋતુઓમાં એકબીજા સાથે જોડી રાખતી આ મહત્વકાંક્ષી ટનલની લંબાઈ ૧૩.૧૫ કિલોમીટર છે. સત્તાવાર અહેવાલો અને સરકારી સંદર્ભ અનુસાર, આ ટનલના નિર્માણથી સૈન્યની અવરજવર સરળ બનશે અને શિયાળામાં ભારે બરફવર્ષા દરમિયાન પણ લદ્દાખ દેશના અન્ય ભાગોથી સંપર્કવિહોણું નહીં થાય. આ પ્રોજેક્ટ દેશની સુરક્ષા અને પ્રવાસન ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થશે

આ સમાચાર શેર કરો