ગૂગલ ટ્રાન્સલેટના ભરોસે રેલ્વે! આ ટ્રેનને Murder Express બનાવી દેતા ગુસ્સે થયા લોકો
ભારતીય રેલ્વેએ તાજેતરમાં એક ટ્રેનનું નામ એવું રાખી દીધું કે તેને કારણે સોશિયલ મીડિયા પર

ભારતીય રેલ્વેએ તાજેતરમાં એક ટ્રેનનું નામ એવું રાખી દીધું કે તેને કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં, Googleની મદદથી કરવામાં આવેલ અનુવાદ ક્યારેક અર્થના અનર્થ કરી નાખે છે. આવો જ એક અનુવાદ રેલ્વે દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે એક ટ્રેનનું નામ મર્ડર એક્સપ્રેસ (Murder Express) રાખી દીધું હતું.
મલયાલમ ભાષામાં અનુવાદ કરવામાં સ્ટેશનની મોટી ભૂલ થઈ હતી. હટિયા રેલ્વે સ્ટેશનનું નામ હત્યા સ્ટેશન થઈ ગયું, જેનું ગૂગલ ટ્રાન્સલેટ ‘મર્ડર’ થયું હતું. આ ભાષાંતર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જ્યારે લોકો ગુસ્સે થયા ત્યારે રેલ્વેને પોતાની ભૂલનો અહેસાસ થયો.
રેલ્વેએ આ ભૂલ કેવી રીતે કરી?
મળતી માહિતી મુજબ, હટિયા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ‘હટિયા’ નામના બોર્ડનો ફોટો વાયરલ થયો હતો, જેના પછી રેલ્વેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વેએ મલયાલમમાં હટિયાનું ભાષાંતર ‘કોલાપથકમ’ તરીકે કર્યું, જેનો હિન્દીમાં અર્થ થાય છે ખૂની અથવા હત્યારો.
લોકો ગુસ્સે થઈ ગયા
જ્યારે સોશિયલ મીડિયા પર તેની તસવીર આવી તો લોકો ગુસ્સે થઈ ગયા. તેના પર કોમેન્ટ કરતા લોકો કહી રહ્યા છે કે રેલ્વે ગૂગલ ટ્રાન્સલેટ પર વધુ નિર્ભર થઈ ગઈ છે, જેના કારણે આવી ભૂલો થઈ રહી છે.
રેલ્વેએ પોતાની ભૂલ સ્વીકારી
ખોટા નામનું બોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેલ્વે અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે હિન્દી શબ્દ ‘હત્યા’ ને લઈને કન્ફયુઝનને કારણે આ ભૂલ થઈ હતી. રેલ્વે અધિકારીઓએ આના પર કાર્યવાહી કરી અને મલયાલમ શબ્દને પીળા રંગથી ઢાંકી દીધો. તમને જણાવી દઈએ કે આ ટ્રેન રાંચી નજીક સ્થિત હટિયા સ્ટેશનને કેરળના એર્નાકુલમથી જોડે છે.







