જો કેન્દ્ર સરકાર વાતચીત નહિં કરે તો જગતનો તાત 48 કલાક બાદ ફરી આંદોલનને માર્ગે
પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ઊભા ખેડૂતો હવે રવિવારે દિલ્હી કૂચનો પ્રયાસ કરશે. આ એલાન ખેડૂત નેતા સરવન સિંહ પ

પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ઊભા ખેડૂતો હવે રવિવારે દિલ્હી કૂચનો પ્રયાસ કરશે. આ એલાન ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કર્યુ છે. તેઓએ કહ્યું કે, પહેલાં કેન્દ્ર અને રાજ્ય મંત્રી કહેતા હતાં કે, ખેડૂત ટ્રેક્ટર પર આવે છે, પરંતુ હવે તો અમે પગપાળા આવી રહ્યા છીએ. જે પ્રકારે અમારી પર હુમલો કરવામાં આવી રહ્યો છે, તે અમારી નૈતિક જીત છે. અમે વડાપ્રધાન મોદીને પૂછવા ઈચ્છીએ છીએ કે, અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે? અમે વાતચીત માટે તૈયાર છીએ, પહેલાં પણ તૈયાર હતાં, અમે કેન્દ્રના કૃષિ મંત્રી સાથે વાતચીત કરવા ઈચ્છીએ છીએ. હવે શનિવારે ખેડૂતોનું સમૂહ આગળ નહીં વધે, હવે રવિવારે કૂચ કરીશું.
હરિયાણા પોલીસ સાથે અથડામણ બાદ KKM અને SKM ની પ્રેસ કોન્ફરન્સ થઈ. આ દરમિયાન સરવન સિંહ પંઢેરે કહ્યું કે, પોલીસ સાથે અથડામણમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ભારત સરકારે અમને રોકવા માટે બળ પ્રયોગ કર્યો, અમે નિઃશસ્ત્ર હતાં. અમે શિસ્તબદ્ધ 101 લોકોનું પોતાનું પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. અમને જાણ હતી કે, અમે બેરિકેડિંગ અને વ્યવસ્થાઓને પાર નહીં કરી શકીએ. તેમ છતાં અમે અમારી માર્ચ શરૂ કરી. અમે વડાપ્રધાન મોદીને પૂછવા ઈચ્છીએ છીએ કે, અમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?
આ પણ વાંચો : આંદોલનો વચ્ચે ભારતીય ખેડૂતોની આવકને ખુલ્લી પાડતો નાબાર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો
રવિવારે બપોરે 12 વાગ્યે કરીશું દિલ્હી કૂચ
ખેડૂત નેતાએ કહ્યું કે, જ્યારે ભારતીય, વિદેશી તાકતોથી અનાજ માટે ભીખ માગતા હતાં, ત્યારે અમે સખત મહેનત કરી અને ભારતને અનાજ લાયક બનાવ્યું. આ અમારી નૈતિક જીત છે. અમે વાતચીતથી ભાગનાર લોકોમાંથી નથી. અમે રવિવારે 12 વાગ્યાની આસપાસ અમારી માર્ચ શરૂ કરીશું. અમે માર્ચને આજ અને આવતીકાલ માટે ટાળી દીધી છે, કારણ કે, અમારી સાથે વાતચીત માટે સંપર્ક કરવામાં આવે.
પોલીસે શંભુ બોર્ડર પર લગાવ્યા બેરિકેડિંગ
શંભુ ધરણા સ્થળથી 101 ખેડૂતોના સમૂહે દિલ્હી કૂચનો પ્રયાસ કર્યો, પરંતુ શંભુ બોર્ડર પર પોલીસે મલ્ટીલેયર બેરિકેડ્સ લગાવ્યા હતાં, અહીં પહોંચેલા પ્રદર્શકારી ખેડૂતોને વેરવિખેર કરવા માટે પોલીસે ટિયર ગેસ છોડવામાં આવ્યાં. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો કે, 8 ખેડૂતો તેમાં ઈજાગ્રસ્ત થઈ ગયાં અને તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં.
આ પણ વાંચો : બાંગ્લાદેશે શરૂ કરી ભારતની જાસૂસી! કર્યું આ મોટું કામ, બોર્ડર પર એલર્ટ
પોલીસે ટિયર ગેસનો કર્યો ઉપયોગ
હરિયાણા પોલીસ અધિકારીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પ્રદર્શનકારી ખેડૂતોને આગળ ન વધવા કહી રહ્યા હતાં, અમુક ખેડૂત રસ્તા પરથી લોખંડની ખીલ અને કાંટાવાળા તાર ઉખાડતા તેમજ ટિયર ગેસને શણની ભીની થેલીઓથી ઢાંકતા જોવા મળ્યા હતાં.
અંબાલાના 11 ગામમાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ
આ પણ વાંચો : બાબરી ઢાંચાને તોડી પાડવાના આરોપીને નિર્દોષ છોડનાર લોકાયુક્ત બન્યોઃ પૂર્વ SC જજનો સવાલ
ખેડૂતોએ દાવો કર્યો કે, હરિયાણાના સુરક્ષાકર્મીઓએ દેખાવકારોના એક સમૂહ પર ટિયર ગેસ છોડ્યો, જે શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યા હતાં. અંબાલા જિલ્લા પ્રશાસને પહેલાં જ બીએનએસની કલમ 163 હેઠળ પ્રતિબંધનો આદેશ કર્યો, જે હેઠળ જિલ્લામાં પાંચ અથવા તેનાથી વધારે લોકો ગેરકાયદેસરપ રીતે એકત્ર થવા પર રોક લગાવી દીધી છે. ખેડૂતોની માર્ચ શરૂ કરવાના થોડા સમય પહેલાં, હરિયાણા સરકારે સાવચેતીના રૂપે શુક્રવારે અંબાલા જિલ્લાના 11 ગામમાં 6-9 ડિસેમ્બર સુધી મોબાઇલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી. જણાવી દઈએ કે, ખેડૂત કેન્દ્ર સરકાર ખેડૂતો પાક માટે MSP ની કાયદેસર ગેરંટી આપવાની માંગને લઈને દિલ્હી કૂચ કરી રહ્યા છે.








