'ઇરાનની મુસાફરી કરવાનું ટાળો', ભારતે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે લોકોને ઇરાનની મુસાફરી

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે લોકોને ઇરાનની મુસાફરી કરવાનું ટાળવા કહ્યું છે. બીજી તરફ ભારતીય એરલાઇન્સ માટે કેન્દ્ર સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે. દિલ્હીથી લંડન જતી ફ્લાઇટ ઇરાનના હવાઇ ક્ષેત્ર પાસેથી પ્રસાર થાય છે જેનો રૂટ બદલવામાં આવી શકે છે.
ભારતે ઇરાન માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "અમે આ ક્ષેત્રમાં સુરક્ષાની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇરાનની તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે. હાલમાં ઇરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે."
મિડલ ઇસ્ટ પર યુદ્ધનો ખતરો?
મિડલ ઇસ્ટમાં સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલો છોડી છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે ઇરાને 200 મિસાઇલ છોડી છે. ઇરાને હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ અને હમાસ પ્રમુખ ઇસ્માઇલ હાનિયેહની હત્યાનો બદલો લીધો છે. ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે કહ્યું કે જો ઇઝરાયેલે આ હુમલાનો જવાબ આપ્યો તો તેને કચડવા માટે વધુ હુમલા કરવામાં આવશે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇરાનને ચેતવણી આપતા કહ્યું કે તેને તેલ અવીવ પર હુમલો કરીને ઘણી મોટી ભૂલ કરી છે. ઇઝરાયેલના વડાપ્રધાને ઇરાનને મિસાઇલ હુમલાનો જવાબ આપવાના સોગંધ પણ લીધા છે.
ઇઝરાયેલ લઇ શકે છે બદલો
ઇઝરાયેલ કેટલાક દિવસમાં ઇરાનના હુમલાનો બદલો લેશે. એક્સિયોસના રિપોર્ટ અનુસાર ઇઝરાયેલના અધિકારીએ કહ્યું કે તે ઓઇલ પ્રોડક્શન ફેસિલિટીને નિશાન બનાવી શકે છે.







