Truecallerની ઓફિસ પર ઈનકમ ટેક્સના દરોડા, જાણો શું છે મામલો
ટ્રુકોલર એપની ઓફિસ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. કંપની પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમના ઉલ્

ટ્રુકોલર એપની ઓફિસ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. કંપની પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમના ઉલ્લંઘનનો આરોપ છે, જે માટે ઈનકમ ટેક્સ એજન્સીઓ તપાસ કરી રહી છે.
સ્વીડન બેઝ્ડ ટ્રુકોલર ભારત સહિત ઘણા દેશોમાં ખૂબ પોપ્યુલર છે. આ એપ તમને તે કોલરનું નામ જણાવે છે, જેનો નંબર તમારી કોન્ટેક્ટ બુકમાં સેવ ન હોય. ઉદાહરણ તરીકે જો કોઈ અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યો છે તો ટ્રુકોલર એપ તે શખ્સનું નામ મોબાઈલ સ્ક્રીન પર બતાવે છે. તે બાદ તમે તે કોલને ઉઠાવવો કે ન ઉઠાવવાનો નિર્ણય લઈ શકો છો.
આ પણ વાંચો: 'મારો ફોન 2 નવેમ્બરે થઈ ગયો હતો ચોરી', શાહરૂખને ધમકી આપનાર ફૈઝાનનો દાવો
સ્વીડનની એપ છે ટ્રુકોલર
સ્વિડિશ એપ ટ્રુકોલરની શરૂઆત એલન મામેદી, નામી ઝરિંગહાલમે વર્ષ 2009માં કરી હતી. હવે તે ડેઈલી ઓપરેશનથી હટવા જઈ રહ્યાં છે અને જાન્યુઆરી સુધી પોતાનું પદ છોડી દેશે. હવે તેમનું સ્થાન ઝુનઝુનવાલા તેમનું સ્થાન સંભાળશે. રિશિત ઝુનઝુનવાલા પહેલેથી જ ટ્રુકોલર એપમાં પ્રોડક્ટ ચીફ છે.






