Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Faizan's claim of being caught in Shah Rukh Khan's threat allegation

'મારો ફોન 2 નવેમ્બરે થઈ ગયો હતો ચોરી', શાહરૂખને ધમકી આપનાર ફૈઝાનનો દાવો

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2024
લાઇવ ટીવીGoogle News
'મારો ફોન 2 નવેમ્બરે થઈ ગયો હતો ચોરી', શાહરૂખને ધમકી આપનાર ફૈઝાનનો દાવો

સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળવાના સમાચાર સામે આવ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને શાહરૂખના ચાહકો ચોંકી ગયા છે. મળતી માહિતી મુજબ, કોલ કરનાર આરોપીનું નામ ફૈઝાન ખાન હોવાનું સામે આવ્યું છે. શાહરૂખને ધમકી આપ્યા બાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. શાહરૂખને ધમકી આપવાના આરોપી ફૈઝાને કહ્યું કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો. મહત્ત્વપૂર્ણ છે કે શાહરૂખ ખાનને ધમકી મળ્યા બાદ મન્નતની બહાર સિક્યુરિટી વધારવામાં આવી છે.

App Store

ધમકી આપતા આરોપીએ આ વાત કહી

મળતી માહિતી મુજબ, શાહરૂખને ધમકીના મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોલ ટ્રેસ કર્યો અને જાણવા મળ્યું કે કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. પોલીસે રાયપુર પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે ફૈઝાન ખાનની રાયપુરમાં પૂછપરછ કરી હતી. જ્યાં ફૈઝાને જણાવ્યું કે તેનો ફોન 5 દિવસ પહેલા ચોરાઈ ગયો હતો.

આ પણ વાંચો: સલમાન પછી શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

શાહરૂખને શું કહ્યું ધમકીમાં?

બાંદ્રા પોલીસને 5 નવેમ્બરે બપોરે 1:21 વાગ્યે શાહરૂખ ખાનના નામે ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, 'શાહરુખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડનો માલિક છે. જો મને 50 લાખ રૂપિયા નહીં આપો તો હું તેને મારી નાખીશ.' જ્યારે પોલીસે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછ્યું ત્યારે તેને જવાબ મળ્યો, 'મારું નામ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમારે લખવું જ હોય ​​તો મારું નામ હિન્દુસ્તાની લખો.'