Video: ઉજ્જૈનના માધવ નગર રેલવે પ્લેટફોર્મ નંબર 8 નજીક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો દૂર કરાયા

સોર્સ: gstv

ઉજ્જૈનના માધવ નગર વિસ્તારમાં રેલવે પ્લેટફોર્મ નંબર 8 નજીક તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રેલવેની જમીન પર બનેલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. રેલવે પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને મુસાફરોની અવરજવરમાં પડતી અડચણો દૂર કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને રેલવે સુરક્ષા દળના જવાનો સ્થળ પર તૈનાત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત