Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : If you make this mistake, you won't be able to sell the vehicle or get an NOC!

જો આ ભૂલ કરી તો વાહન વેચી પણ નહીં શકાય કે NOC પણ નહીં મળે! જાણો, શું છે આ નવા નિયમ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
જો આ ભૂલ કરી તો વાહન વેચી પણ નહીં શકાય કે NOC પણ નહીં મળે! જાણો, શું છે આ નવા નિયમ
સોર્સ : GSTV

કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના નિયમો વધુ કડક કર્યા છે. હવે જો તમે ટોલ ટેક્સ નહીં ચૂકવો તો તમારા વાહનને NOC, ફિટનેસ સર્ટિફિકેટ અને નેશનલ પરમિટ નહીં મળે. ટોલ ટેક્સ ચોરી રોકવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો બનાવ્યા છે. નોંધનીય છે કે ઘણી વખત ફાસ્ટેગમાં કોઈ સમસ્યા હોય કે પછી ટેકનિકલ સમસ્યા સર્જાય ત્યારે ખાતામાંથી પૈસા નથી કપાતા અને ગાડીઓ ટોલ બૂથથી પસાર થઈ જાય છે. હવેથી આવા વાહનોનો અલગથી રેકોર્ડ રાખવામાં આવશે. 

App Store

ટોલ ટેક્સ નહીં ભરો તો શું થશે? 

- હવેથી જો તમારે ટોલ ટેક્સ ભરવાનો બાકી હશે તો NOC ( નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ) નહીં મળે. કોઈ વાહનની રજિસ્ટ્રેશન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવા અથવા તો વેચવા માટે NOCની જરૂર પડે છે. 

- કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ ખૂબ મહત્ત્વનું છે. એવામાં જ્યાં સુધી બાકીનો ટોલ ટેક્સ જમા નહીં કરાવો ત્યાં સુધી ફિટનેસ સર્ટિ. મળશે નહીં. 

- ટ્રક અને બસ જેવા કોમર્શિયલ વાહનોને નેશનલ પરમિટ આપતા પહેલા ચેક કરવામાં આવશે કે ટોલ ટેક્સ ભરવાનો બાકી છે કે નહીં. 

વાહનોનો રેકોર્ડ કેવી રીતે રખાશે? 

- ટોલ બૂથથી પસાર થતાં સમયે જો તમારા ફાસ્ટેગમાં બેલેન્સ નથી અથવા બ્લેકલિસ્ટેડ છે તો RFID રીડરની મદદથી તમારા ગાડીનો નંબર રેકોર્ડ કરી લેવાશે. 

- તે બાદ NPCI અને બેન્કને માહિતી મોકલાશે

- NPCI અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડિજિટલ રેકોર્ડમાં તમારા વાહનની નોંધણી કરાશે