પેજર ફાટી શકે છે તો EVM કેમ હેક ના થઈ શકે? ચૂંટણી પંચે આપ્યો આ જવાબ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની જાહેરા

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ફરી એકવાર EVM પર ઉઠેલા સવાલોને ફગાવી દીધા. આ સમય દરમિયાન તેમણે તાજેતરમાં ઉઠાવેલા પ્રશ્નનો પણ જવાબ આપ્યો. કોંગ્રેસે સવાલ કર્યો હતો કે, જો પેજર ફાટી શકે છે તો EVM કેમ હેક ન થઈ શકે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે બંને વચ્ચેનો તફાવત એ છે કે પેજર કનેક્ટેડ હોય છે, જ્યારે EVM નહીં.
રાજીવ કુમારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે EVM સાથે ચેડાં શક્ય નથી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "આજકાલ લોકો કહે છે કે પેજરથી ઉડાવી દે છે તો ઈવીએમ કેવી રીતે હેક ન થઈ શકે? કોઈ પણ દેશમાં પેજરથી ઉડાવી દેવામાં આવ્યા તો ઈવીએમ હેક થઈ જશે. અરે ભાઈ, પેજર કનેક્ટેડ થાય છે. ઈવીએમ નહીં. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર આવા સવાલો ઉઠાવ્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તેમને EVM સંબંધિત 20 ફરિયાદો મળી છે અને તેઓ તે તમામનો જવાબ આપવાના છે. આ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. હરિયાણાના પરિણામો બાદ ઈવીએમની બેટરીને લઈને ઉઠેલા સવાલોના જવાબમાં રાજીવ કુમારે કહ્યું કે ઈવીએમને લઈને અગાઉ પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે હેકિંગ થઈ શકે છે, અહીં વોટ નાંખ્યો અને ત્યાં જઈ શકે. હવે અમે પણ વિચારીએ છીએ કે આગળ શું આવશે. આગળ પણ આવા સવાલો આવશે. આ રોકાશે નહીં. જે દિવસે ઈવીએમમાં સિમ્બોલ નાખવામાં આવે છે તે દિવસે બેટરી લગાવવામાં આવે છે અને તેના પર એજન્ટની સહી પણ કરવામાં આવે છે.






